BREAKING NEWS

રાજકોટ એસટીને દિવાળી ફળી: ૭.૯૭ લાખ મુસાફરો મ્હાલ્યા, ૫.૮૧ કરોડની આવક થઇ

  • October 28, 2025 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે, ધનતેરસ અને લાભ પાંચમ વચ્ચે મોટી સંખ્યામાં કરદાતાઓને રિફડં મળ્યા: માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકોને દિવાળીની આસપાસ રિફડં મળ્યું


 દિવાળીએ ફકત દીવાઓથી ઘરો રોશન થયા નથી, પરંતુ હજારો કરદાતાઓ માટે, આવકવેરા વિભાગ તરફથી સમયસર આવકવેરા રિફંડે તહેવારોની મોસમમાં અણધારી ચમક ઉમેરી છે. સીએ અશોક પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે, ધનતેરસ અને લાભ પાંચમ વચ્ચે અમારા મોટી સંખ્યામાં ગ્રાહકોને રિફડં મળ્યા હતા. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકોને દિવાળીની આસપાસ રિફડં મળ્યું હતું.


આવકવેરા રિફંડના વિતરણ અને તાજેતરમાં જીએસટી દરોમાં ઘટાડાથી ઉત્સવના મૂડમાં નોંધપાત્ર વધારો થયો હતો. કર નિષ્ણાતોના મતે, આ વર્ષે મોટાભાગના પ્રાકર્તાઓ પગારદાર કરદાતાઓ છે. ઉદાહરણ તરીકે, અમદાવાદના એક કોલેજ પ્રોફેસરને દિવાળીના દિવસે . ૧.૩૫ લાખનું રિફડં મળ્યું હતું, યારે બીજા એકને બીજા દિવસે . ૯૫,૦૦૦નું રિફડં મળ્યું હતું.


ટેકસ કન્સલ્ટન્ટ સમીર શાહે જણાવ્યું હતું કે, મારા ૨૫ થી વધુ ગ્રાહકોને દિવાળીના સમયગાળા દરમિયાન . ૧૦,૦૦૦ થી . ૧.૫ લાખ સુધીના રિફડં મળ્યા હતા. એવું ભાગ્યે જ બને છે કે કરદાતાઓ રિફડં પ્રક્રિયાથી આટલા ખુશ હોય. સામાન્ય રીતે, આપણે વિલબં વિશે ફરિયાદો સાંભળીએ છીએ, પરંતુ આ વર્ષે, ઘણા લોકોએ પોતાનું સુખદ આશ્ચર્ય શેર કરવા માટે ફોન કર્યેા હતો.


ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ડાયરેકટ ટેકસ કમિટીના ચેરમેન સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ઉત્સવના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં કરદાતાઓને રિફડં મળ્યા છે. જીએસટી દરમાં ઘટાડાથી ખર્ચમાં વધારો થતાં, આવકવેરા રિફંડથી આનંદમાં વધારો થયો છે. સરકારે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈથી ૧૫ સપ્ટેમ્બર સુધી લંબાવી તેનો અર્થ એ થયો કે રિફડં ચક્ર તહેવારો સાથે સુમેળમાં હતું. જો કે, કેટલાક કિસ્સાઓમાં, અગાઉની કર માંગણીઓને રિફડં સામે સમાયોજિત કરવામાં આવી હતી, જેનાથી જમા થયેલી રકમમાં થોડો ઘટાડો થયો હતો.

સેલ્સ ટેકસ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ હરીશ પંચાલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે, ૩૧ જુલાઈની અંતિમ તારીખ સાથે, રિફંડની પ્રક્રિયા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ૧૫ સપ્ટેમ્બરની સમયમર્યાદા અને ટેકનોલોજી દ્રારા ઝડપી પ્રક્રિયાને કારણે, ઘણા કરદાતાઓને ઓકટોબરમાં તહેવારો દરમિયાન રિફડં મળ્યા હતા. મોટાભાગના પગારદાર વ્યકિતઓ અને મિશ્ર આવક ક્રોત ધરાવતા લોકોને રિફડં મળ્યા છે, યારે વ્યવસાય કરદાતાઓએ હજુ સુધી મોટી સંખ્યામાં રિફડં જોયા નથી. ઘણા કિસ્સાઓમાં, વિભાગે આ વર્ષના રિફડં સામે પાછલા વર્ષેાની માંગણીઓને સમાયોજિત કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application