BREAKING NEWS

વીજ પુરવઠામાં ૨ કલાકનો વધારો કરવા રાજ્ય સભાના સાંસદ માનસિંહભાઈ પરમાર દ્વારા રજુઆત

  • August 27, 2026 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસપાટણ : ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોએ વાવણી કર્યા બાદ સિંચાઈ (પીયત) માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસભા સાંસદ શ્રી માનસિંહ પરમારે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ને રજૂઆત કરી વાડી વિસ્તારમાં અપાતા દૈનિક વીજ પુરવઠામાં ૨ કલાકનો વધારો કરી ૧૦ કલાક વીજ પુરવઠો આપવા  રજૂઆત કરવામાં આવેલ છે, જેથી ખેડૂતો પોતાના સુકાતા પાકને બચાવી શકે.
સાંસદશ્રીની આ ખેડૂતલક્ષી રજૂઆતને  ઉર્જા મંત્રીશ્રીએ ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને આ સૂચનની ત્વરિત અમલવારી માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application