BREAKING NEWS

દુષ્કર્મના દોષિત રામ રહીમને ફરી 21 દિવસની ફરલો, 2020 બાદ 17મી વખત જેલમાંથી બહાર]

  • August 25, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ અને દુષ્કર્મનો દોષિત ગુરમીત રામ રહીમ સિંહ આજે સવારે હરિયાણાના રોહતક સ્થિત હાઈ સિક્યોરિટી સુનારિયા જેલમાંથી બહાર આવ્યો હતો. તેને 21 દિવસની ફરલો મંજૂર કરવામાં આવી છે. 2020 બાદ આ તેની 17મી અસ્થાયી મુક્તિ છે.રામ રહીમ સવારે લગભગ 6:05 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે જેલમાંથી બહાર આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તે સિરસા સ્થિત ડેરા મુખ્યાલય તરફ રવાના થયો હતો.રામ રહીમને બળાત્કાર અને હત્યાના અલગ-અલગ કેસોમાં સજા થઈ ચૂકી છે. તે અગાઉ 26 જૂને 30 દિવસની પેરોલ પૂરી કરીને સુનારિયા જેલ પરત ફર્યો હતો. એટલે કે બે મહિના પણ પૂર્ણ થયા નથી ત્યાં ફરી તેને અસ્થાયી મુક્તિ આપવામાં આવી છે.આ મુક્તિ સાથે જેલમાં સજા ભોગવતા રામ રહીમને અત્યાર સુધીમાં કુલ 17 વખત પેરોલ અથવા ફરલો મળી ચૂકી છે. ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા રામ રહીમને વારંવાર મળતી અસ્થાયી મુક્તિને લઈને અગાઉ પણ સવાલો અને ટીકા થઈ છે.આ વર્ષે જાન્યુઆરીમાં તેને 40 દિવસની પેરોલ, જ્યારે મે મહિનામાં 30 દિવસની પેરોલ આપવામાં આવી હતી. 30 દિવસની મુદત પૂરી થયા બાદ તે 26 જૂને સુનારિયા જેલ પરત ફર્યો હતો.હવે ફરી 21 દિવસની ફરલો મળતા રામ રહીમ જેલની બહાર આવ્યો છે. સત્તાવાર જેલ રેકોર્ડમાં કેદી નંબર 8647/સી તરીકે નોંધાયેલા રામ રહીમને 2020થી અત્યાર સુધી કુલ 17 અસ્થાયી મુક્તિ મળી ચૂકી છે. તેની વારંવારની પેરોલ અને ફરલો તેની સજા બાદથી જ જાહેર તેમજ રાજકીય ચર્ચાનો મુદ્દો રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application