BREAKING NEWS

રેશનિંગ કાર્ડધારકોને આગામી તહેવારો નિમિત્તે વધારાના તેલ અને ખાંડ અપાશે

  • July 21, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજય સરકારે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટ્રમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રેશનિંગ કાર્ડધારકો માટે એક મહત્વપૂર્ણ અને રાહતપ નિર્ણય લીધો છે. તહેવારોની ઉજવણીમાં નાગરિકોને મીઠાશ અને જરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે હેતુસર વધારાની ખાંડ અને સિંગતેલનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે.
આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા કાર્ડધારકોને કાર્ડ દીઠ એક લિટર સિંગતેલ પિયા ૧૦૦ ના રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, એક કિલો ખાંડ પિયા ૧૫ ના રાહત દરે આપવામાં આવશે. આ વધારાની ખાંડનો લાભ માત્ર અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને જ મળવાપાત્ર રહેશે, યારે વધારાનું સિંગતેલ નેશનલ ફડ સિકયોરિટી એકટ હેઠળના અને નોન–એનએફએસએ બીપીએલ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે.
તહેવારોમાં નાગરિકોને વધુ પોષણયુકત અનાજ મળી રહે તે માટે સરકારે બે વર્ષના અંતરાલ બાદ ફરીથી બાજરી આપવાનો પણ નિર્ણય કર્યેા છે. અગાઉ સામાન્ય રીતે શિયાળામાં અપાતી બાજરી આ વખતે વિતરણ માટે પુરવઠા તત્રં દ્રારા દુકાનદારોને પરમિટ આપવામાં આવી છે. જો કે, રેશનિંગના દુકાનદારો દ્રારા ઓગસ્ટ મહિનામાં જ વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવા માટે પુરવઠા તત્રં સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
પુરવઠા તંત્રની સૂચના મુજબ, ઓગસ્ટ માસમાં જથ્થો મેળવીને તહેવારના વધારાના જથ્થાનું વિતરણ ૧ સપ્ટેમ્બર પછી જ કરવા માટે જણાવાયું છે, કારણ કે ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન હોવાથી પુરવઠો ત્યાર બાદ જ ઉપલબ્ધ બનશે. રક્ષાબંધન પછી વિતરણ કરવાની સૂચનાને લઈને દુકાનદારોમાં થોડો કયવાટ જોવા મળ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application