રણબીર કપૂર અભિનીત ફિલ્મ ’રામાયણ’ તેની રિલીઝ પહેલા જ સતત ચચર્મિાં રહે છે. કાસ્ટિંગ, વીએફએક્સ અને મ્યુઝિક બાદ હવે તેના કલાકારોના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. રણબીર કપૂર બાદ હવે અભિનેત્રી સાઈ પલ્લવી લોકોના નિશાના પર આવી ગઈ છે. તાજેતરમાં 27 ઓક્ટોબરે લોસ એન્જલસમાં યોજાયેલા ફિલ્મની વર્લ્ડ પ્રીમિયર ઇવેન્ટ દરમિયાન સાઈએ રવણના વ્યક્તિત્વ વિશે વાત કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તીખી ચચર્િ શ થઈ ગઈ છે.
ઇવેન્ટમાં ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યો વિશે વાત કરતા સાઈએ જણાવ્યું હતું કે, ‘‘જો કોઈ રામાયણને ધર્મગ્ર% માનીને તેના પર વિશ્વાસ કરે છે, તો આત્મચિંતન કરવું ખૂબ જરી છે. આપણે આપણા પોતાનામાં રહેલી સારપ અને ખરાબીઓને ઓળખવી જોઈએ અને સમયની સાથે પોતાને સુધારીને વધુ સારા બનાવવાની જર છે, કારણ કે રાવણ પણ સંપૂર્ણપણે ખરાબ નહોતો. આથી, આપણા સૌ માટે એ ખૂબ જ જરી છે કે આપણે આપણા ભીતરના રાવણને ઓળખીએ અને સમયની સાથે સ્વયંમાં બદલાવ લાવવા પર કામ કરીએ.
નિતીશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ ’રામાયણ’ દિવાળીના અવસર પર 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને યશ રાવણના કિદારમાં નજરે પડશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે. ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2027ની આસપાસ રિલીઝ થશે.