BREAKING NEWS

દેશ 'સુપર અલ–નીનો'ના ભરડામાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાના અણસાર

  • April 28, 2026 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હી ભારત હાલના સંજોગોમાં પૃથ્વીનો સૌથી વધુ ગરમ હિસ્સો બની ગયો છે. દુનિયાના ૧૦૦ સૌથી ગરમ શહેરોની યાદી જોઈએ તો તેમાંથી ૯૫ ભારતના છે. ઉત્તર પૂર્વીય ભારતમાં એપ્રિલમાં જ ૪૩ થી ૪૭ ડીગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. મોસમ મોડલ જોતા લાગે છે કે આ જ વર્ષે સુપર અલ નીનો આવી શકે છે, જે સૌથી વધુ મજબુત અને ઘાતક હશે. સુપર અલ નીનોના લીધે કયાંક અતિ ભારે વરસાદ અને પુર આવશે તો વળી કયાંક રેકોર્ડ બ્રેક ગરમી પડશે.વૈજ્ઞાનીકોએ તમામ બાબતે તૈયાર રહેવા ચેતવણી આપી છે...

'ગોડઝિલા અલ–નીનો'નું જોખમ
હવામાન વિભાગના આધુનિક મોડેલો સ્પષ્ટ્ર સંકેત આપી રહ્યા છે કે ૨૦૨૬ના આગામી મહિનાઓમાં અત્યતં શકિતશાળી અલ–નીનો સર્જાવા જઈ રહ્યો છે.બ્રિટનના હવામાન નિષ્ણાત એડમ સ્કેફના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં ટ્રોપિકલ પ્રશાંત મહાસાગરના તાપમાનમાં આ સદીનો સૌથી ઝડપી વધારો નોંધાયો છે.નિષ્ણાતો તેને 'સુપર અલ–નીનો' અથવા 'ગોડઝિલા અલ–નીનો' તરીકે ઓળખાવી રહ્યા છે, જે વિશ્વભરના હવામાનને વેરવિખેર કરી શકે છે.અલ નીનોની અસર શું છે અને તેનું વૈજ્ઞાનિક કારણ શું છે
અલ નીનો અને લ નીનો પૃથ્વીની સૌથી મોટી જળવાયું લહેર પૈકીની એક છે.જજેને વૈજ્ઞાનિકો અલ નીનો સધર્ન ઓસીલેશન તરીકે પણ ઓળખે છે. અલ નીનો ત્યારે સર્જાય છે કે જયારે મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરની સપાટી પરનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ બની જાય છે. સામાન્ય દિવસોમાં પ્રશાંતનું ઠંડુ પાણી ઉપરની તરફ આવતું રહે છે. હવા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. જયારે અલ નીનો ની અસર દેખાય ત્યારે હવા નબળી પડી જાય અને વિપરીત દિશામાં વહેવા લાગે છે. ગરમ પાણી સપાટી પર ફેલાય જાય છે અને તેના લીધે આખી દુનિયામાં હવા અને વરસાદ પર અસાધારણ અસર પડે છે.આ પચાલનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે ગરમ પાણીના લીધે હવા ઉપરની તરફ ચડે જેના લીધે આસપાસના વિસ્તારોમાં દબાણ ઓછું સર્જાય. વરસાદ વધી જાય અને તેના લીધે દુરના વિસ્તારોમાં દુષ્કાળ પડે.લા નીનો આનાથી બિલકુલ વિપરીત સ્થિતિ છે. જેમાં પ્રશાંત મહાસાગર નું પાણી ઠંડુ પડી જાય છે. અલ નીનો બે થી સાત વર્ષમાં ગમે ત્યારે આવી શકે એન તેની અસર ૯થી ૧૨ મહિના સુધી જોવા મળી શકે. ગત વર્ષની લ નીનોની અસર ખતમ થઈ ચુકી છે અને હવે અલ નીનો માટે જ તૈયાર રહેવું પડશે.
વિશ્વ હવામાન સંગઠનની ચેતવણી
વિશ્વ હવામાન સંગઠન એ એપ્રિલ ૨૦૨૬માં જ ચેતવણી જારી કરી છે કે મે થી જુલાઈ ૨૦૨૬ દરમિયાન અલ–નીનોની શઆત થઈ શકે છે. હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન ભલે સામાન્ય દેખાતું હોય, પરંતુ સમુદ્રની અંદરનું પાણી પહેલેથી જ ગરમ થઈ ચૂકયું છે, જે અલ–નીનોના આગમનનો મજબૂત પુરાવો છે.યારે બાકીના વિશ્વના ઘણા હિસ્સાઓ હજુ ઠંડા છે, ત્યારે ભારત અત્યારે ભીષણ ગરમીની ઝપેટમાં છે.વૈજ્ઞાનિકો માને છે કે એપ્રિલ મહિના પછી હવામાનની આગાહી વધુ સચોટ બને છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application