રાજકોટ શહેરના ખેતીવાડી ખાતામાંથી નિવૃત્ત થયેલા અને નેહરુનગર સોસાયટી નાના મવા મેઇન રોડ પર રહેતા સીનીયર સીટીઝન વૃદ્ધને સાળીના ભાગીદારે જામનગરના શખ્સે જમીનમાં સારા વળતરની લાલચ આપી વૃદ્ધ ખાતેદાર ન હોય પોતાના નામે જમીન ખરીદી નાણાંનું રોકાણ કરાવી રૂપિયા 9.50 લાખની છેતરપિંડી કર્યાની વૃદ્ધે માલવિયા નગર પોલીસ મથકમાં ચીટીંગ કરનાર સાળીના ભાગીદાર સામે ફરિયાદ નોંધાવતા અંતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કરશનભાઈ રૈયાભાઈ પરસાણાએ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ખેતીવાડી ખાતા માંથી ગત જૂલાઈ-૨૦૨૦માં નિવૃત્ત થયા જે બાદ નિવૃત્તિના રૂપિયા આવતા તેઓને આ રૂપિયાનું રોકાણ કરવું હતું.
જો કે કરશનભાઈ ખેડૂત ખાતેદાર ન હોય ખેતીની કોઈ જમીન તેમને મળી શકે તેમ ન હોય કરશનભાઈ ના સાળી ધર્મિષ્ઠાબેન ઉર્ફે અંજુબેન તેમજ તેમના પતિ વલ્લભભાઈ પાનસુરિયા ખેડૂત ખાતેદાર હતા સાથે સાથે સાળી અને તેનો ભાગીદાર જામનગરના શિવધારા રેસીડેન્સી શેરી નંબર એકમાં રહેતા વિજય ભગવાનજીભાઈ મુંગરા રહે. જામનગર જમીન-મકાનની લે-વેચ કરતા હોય તેમની સાથે જમીનમાં રોકાણ કરવા અંગે વાતચીત થઈ હતી જેથી સાઢુભાઈ વલ્લભભાઈ પાનસુરિયાએ કરશનભાઈને કહ્યું હતું કે તમે વિજયભાઈને રૂપિયા આપો. આ રૂપિયાની તેઓ જમીન ખરીદશે તેવું કહ્યું હતું.
તેમજ આ રોકાણથી સારું વળતર મળશે તેવી વાત કરતા તેના પર વિશ્વાસ કરી કરશનભાઈએ જામનગરના વિજય મુંગરાને ૧૩.૫૦ લાખ રૂપિયા રોકડ તેમજ ચેક મારફતે રૂપિયા આપ્યા હતા,વિજયે ૧૯-૧૦-૨૦૨૦ના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામે ત્રણ લાખ રૂપિયાની તેમજ બાબરા ગામે બે લાખ રૂપિયાની જમીન ખરીદ કરી હતી. આ જમીનનો દસ્તાવેજ વિજયે તેના નામનો કરાવ્યો હતો.
જમીન એક વર્ષની અંદર વેચી પૈસા પરત કરવાના હતા પરંતુ એક વર્ષ વીતી જવા છતાં વિજયે કોઈ જ જવાબ આપ્યો ન્હોતો, ત્યારબાદ વિજયે આપેલા ચેક કરશનભાઈએ બેન્કમાં વટાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ૬.૫૦ લાખનો ચેક રિટર્ન થયો હતો. આ પછી બીજા ચેકમાં સાત લાખની રકમ ભરી વટાવવા પ્રયાસ કર્યો પરંતુ તે પણ રિટર્ન થતાં કરશનભાઈએ વિજય મુંગરા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યા હતો.
આ પછી વિજયે કરશનભાઈને પૈસા પરત આપવાનો વિશ્વાસ આપતાં કોર્ટમાં આગળ કાર્યવાહી કરી નહતી,ગત સપ્ટેમ્બર- ૨૦૨૪ માં વિજય અને કરશનભાઈ રૂબરૂ મળ્યા હતા ત્યારે વિજયે ચાર લાખની રોકડ પરત કરી હતી બદલામાં જમીનના અસલ દસ્તાવેજ કરશનભાઈ પાસેથી મેળવી લીધા હતા,
જે જમીન વિજયે બારોબાર વેચી નાખી કરશનભાઈને પૈસા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આમ વિજયે કરશનભાઈને ૭.૫૦ લાખ રૂપિયા પરત ન કર્યા સાથે સાથે કરશનભાઈએ રોકાણ કરવા માટે ખરીદેલી જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી તેનું પણ ૯.૫૦ લાખમાં બારોબાર વેચાણ કરી નાખ્યું હતું. જેથી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગૃહમંત્રીએ આદેશ કર્યાના છ માસ બાદ પોલીસે ઠગાઈનો નોંધ્યો ગુનો
રાજકોટમાં ૨૫ જૂલાઈએ ગૃહમંત્રીનો હર્ષ સંઘવીનો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં નિવૃત્ત કર્મચારી કરશનભાઈ પરસાણાએ પણ પોતાની સાથે આ રીતે જમીનમાં નાણા ના રોકાણ ની લાલચ આપી તેમની સાથે મરણમુળી ની રકમ ઓળ આવી ગયા અંગેની રજૂઆત કરી હતી. જેથી ગૃહમંત્રી દ્વારા આ કેસમાં તાત્કાલિક તપાસ કરી ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો છતાં છ પાંચ બાદ માલવિયાનગર પોલીસે આ કેસમાં ગુનો દાખલ કર્યો છે.