એસ.ટીના અધિકારીને વોલ્વો બસ ડેપોના સમયનો ખ્યાલ ન હોવાનો આક્ષેપ
એસ.ટીના અધિકારીને વોલ્વો બસ ડેપોના સમયનો ખ્યાલ ન હોવાનો આક્ષેપ
August 26, 2026 02:51 PM
રાજકોટ એસ.ટીના અધિકારીને વોલ્વો બસના ડેપાના સમયનો ખ્યાલ ન હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી જન સંપર્ક અધિકારી ગાંધીનગર અને રાજકોટ કલેકટરને સામાજિક આગેવાને લેખિતમાં રજૂઆત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, સામાજિક કાર્યકર ચંદ્રેશ રાઠોડની યાદી મુજબ લોકોના અણ ઉકેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સુધી ગાંધીનગર ધક્કા ન ખાવા પડે તે હેતુને ધ્યાનમાં લઈને દરેક જિલ્લામાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. અરજદારની અરજીઓ દર માસની ૧૦ તારીખ સુધીમાં આપવાની હોય છે. પરંતુ કેટલાક અધિકારીઓ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જનસંપર્ક અધિકારી દ્વારા અરજદારને જવાબો આપવા એવો લેખિતમાં સ્પષ્ટ આદેશ કરવા છતાં અધિકારીઓ જવાબો આપતા નથી અને કાં તો જવાબો આપે તો હળાહળ જૂઠાણા વાળા જવાબો આપતા હોય છે. આવી જ એક અરજી મુસાફરોને થતી કનડગત અંગે એમ.પી રાજ વિભાગીય નિયામક રાજકોટ એસટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં રાજકોટ એસ.ટી બસપોર્ટ નો વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે એક થી દોઢ કલાક વહેલો બંધ થઈ જાય છે જવાબદારો સામે પગલાં ભરવાની રજૂઆતો બાદ જવાબ ન મળતા ઓગસ્ટ માસના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજકોટને વિભાગીય નિયામક દ્વારા તારીખ ૧૩ ઓગસ્ટથી કરાયેલ જવાબની નકલ અરજદાર ચંદ્રેશભાઇને મળતા હળાહળ જૂઠાણા ફેલાવેલ જવાબો મળતા અરજદાર ચોંકી ઉઠ્યા હતા. જે જવાબો રજૂ કરાયા તે અરજદારને મંજૂર નથી. કારણ કે એસ.ટીના વિભાગીય નિયામક વોલ્વો વેઇટિંગ રૂમ રાત્રે ૯ સુધી જ કાર્યરત રાખવામાં આવે છે. જો કે વોલ્વો ડેપો પર સવારે ૫થી રાત્રિના ૧૦ સુધી બોર્ડ લગાવેલ છે જે ડીસીને ખબર હોય તેવું લાગતું નથી. વધુમાં ડીસીએ જણાવેલ છે કે વોલ્વો ડેપો બંધ થયા બાદ મુખ્ય કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહે છે અને ત્યાં મુસાફરોને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. વોલ્વો ડેપો બંધ થયા બાદ ડીસી જે કહે છો તે ડેપોમાં કોઈ સંતોષકારક જવાબ મળતા નથી.વિભાગીય નિયામક જણાવે છે કે મુસાફરોને અગવડતા થતી હોવાનું ધ્યાન પર આવશે અથવા કોઈ કર્મચારી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવેલ પુરાવા જણાશે તો નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાજિક આગેવાને કરેલ અરજી અને ઓગસ્ટના માસના સ્વાગત કાર્યક્રમની અરજીમાં ક્રમાંક નંબર ૪ મા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા છ મહિનાના સીસી ફૂટેજ મેળવી તપાસ કરવા જણાવેલ છે પરંતુ એ બાબતે વિભાગીય નિયામકના પત્રમાં કોઈ ઉલ્લેખ નથી અને સીસી ફૂટેજ જોયા હોય એવું ડીસી ના જવાબ પત્રના જવાબ પરથી જણાતું નથી. કારણ કે મુસાફરોને રાત્રે ૯ વાગે કે એ પહેલા ડેપો બંધ થાય પછી બેસવાની પણ જગ્યા મળતી નથી પણ એર કન્ડિશનનું ભાડું વસુલવામાં આવે છે. કલેકટર અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં હળાહળ અને ખોટા જવાબો રજૂ કરનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય નિયામક રાજકોટ એમ.પી રાજ સામે નિયમ મુજબ ખોટા જવાબો આપવા બદલ કાર્યવાહી થવી જોઈએ અને શિસ્ત ભંગના પગલા ભરવા જોઈએ જેથી અન્ય અધિકારીઓ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમને ગેરમાર્ગે ન દોરે અને જે કાર્યક્રમની આગળ મુખ્યમંત્રીનું નામ લાગેલ હોય તે કાર્યક્રમનું નામ બદનામ ન થાય. ખોટા જવાબો સામે ચંદ્રેશભાઇ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયમાં અને રાજકોટ જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.