BREAKING NEWS

વંદેમાતરમ્ ગાનનું રાજકારણ ગરમાયું: ઇમરાન ખેડાવાલા સામે વિશેષ અધિકાર ભંગનો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા સંઘવી

  • September 10, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સમુદ્રિય વંદેમાતરમગાન ના અપમાન બદલે ઇમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા વિધાનસભા અધ્યક્ષ રજૂઆત કરી હતી. ગૃહમાં થયેલા વંદેમાતરમ ગીતના વિવાદ બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ગેરહાજર રહ્યાં હતા.

આ મુદ્દાની ગૃહ ગંભીરતાથી નોંધ લે અને ઇમરાન ખેડાવાલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી. જેમા ઇમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગના મુદ્દો સ્વીકારીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આવતા દિવસોમાં નિર્ણય આપવાની જાહેરાત કરી હતી.

વંદે માતરમ ગાન દરમિયાન બેસી જવાની બાબતને લઈને વિધાનસભાની પરંપરાનું અપમાન કરવામાં આવ્યું છે પ્રત્યક્ષ ખેડાવાલા વિરુદ્ધ યોગ્ય પગલાની કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ભૂલ કોઈ ન કરે તે પ્રકારનું રૂલિંગ આપવામાં આવે તેવી માગણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રગાનની શરૂઆતથી પૂર્ણ થયું ત્યાં સુધી અમે સૌ અમારા સ્થાન પર ઉભા હતા અમારા પક્ષી આઈડી અને પોલીસ તંત્ર વોચ રાખવામાં આવે છે તેમાં ખોટી માહિતી આપવામાં આવી છે કે વંદે માતરમ ગાન સમગ્ર દેશમાંથી વંદનીય છે આમાં બે અંતરા જ ગાવામાં આવે છે ત્યારબાદ ઉમેરવામાં અંતરામા ઇમરાન ખેડાવાલા બેસી ગયા હતા.

જ્યારે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં 'વંદે માતરમ્'ના મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે આઝાદી બાદ તરત જ રાજકીય સ્વાર્થ અને કારણોસર વંદે માતરમ્ ની કડીઓ ઘટાડી નાખવામાં આવી હતી અને આઝાદી પહેલા તેમજ બાદમાં તેની ત્રણ કડીઓ કાઢી નાખીને વાસ્તવમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીએ આ પરંપરાને પુનઃજીવિત કરીને આખું વંદે માતરમ્ ગાવાની શરૂઆત કરાવી છે.કારણ કે ભારત સરકારના સ્પષ્ટ હુકમ અને નિયમો અનુસાર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સન્માનમાં સમયસર ઊભા રહેવાની અનિવાર્ય સૂચના આપવામાં આવેલી છે.વિધાનસભા ગૃહની બહાર જઈને ઇન્ટરવ્યુમાં આયોજનપૂર્વક સમગ્ર ઘટનાના પ્રયાસ કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે.આ મામલે ઇમરાન ખેડાવાલાનું વિડિયો રેકોર્ડિંગ ચકાસવાની સાથે ગૃહના પ્રવર્તમાન નિયમો અને વિશેષાધિકાર ભંગ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ પક્ષ કે સભ્ય આવું કૃત્ય કરવાની હિંમત ન કરે અને એક મજબૂત દાખલો બેસાડી શકાય.ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને તપાસ સોંપવા હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સામે માગ કરી હતી.

અધિકારી ઉપર બગડતા વિધાનસભા અધ્યક્ષ

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતાની સાથે જ ગેલેરીમાંથી અધિકારીઓ દ્વારા ચાલતી પકડવા અને બહાર નીકળી જવાના અણછાજતા વર્તનને લઈને વિધાનસભા અધ્યક્ષે ફરી એક વખત કડક ટકોર કરી હતી.મુખ્યમંત્રી જ્યારે જાહેર અગત્યની બાબત પર મહત્વનું નિવેદન આપી રહ્યા હતા, તે જ સમયે કેટલાક અધિકારીઓ ગેલેરીમાંથી બહાર જવા માટે નીકળ્યા હતા, જેને ગંભીરતાથી લઈને અધ્યક્ષે તરત જ તેમને પાછા બોલાવીને પોતાની બેઠક પર બેસાડ્યા હતા. અધ્યક્ષે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે અધિકારીઓ ગેલેરીમાંથી પોતાનું સ્થાન છોડશે નહીં અને જે અધિકારીઓ બહાર જતા રહ્યા છે તેમને પણ તુરંત પાછા બોલાવવામાં આવે.વિધાનસભાના લગભગ દરેક સત્રમાં અધિકારીઓ દ્વારા આ પ્રકારે ગૃહની મર્યાદા અને કાર્યવાહી દરમિયાન બહાર જવાની બાબત સામે આવતી હોય છે, જેને લઈને અગાઉ પણ અધ્યક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરીને ટકોર કરવામાં આવી ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application