BREAKING NEWS

કોડીનારમાં સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન સ્થપાશે

  • August 22, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સેમિકન્ડકટર સેકટરની ઇકોસિસ્ટમ ઊભી કરવામાં હરણફાળ ભરી રહ્યું છે, તેમ હવે સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે આગામી દશકામાં દેશનું સર્વેાચ્ચ રાય બને તે માટે જાહેર કરાયેલી સ્પેસ ટેક અને ઇલેકટ્રોનિકસ પોલિસીને પગલે રાયમાં સેટેલાઇટ મેન્યુફેકચરિંગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ભારત સરકાર, સ્પેસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ઇસરો, રાય સરકારના સંયુકત પ્રયાસોથી ગુજરાતના કોડીનાર ખાતે એક નવું સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરવાની તૈયારીઓ શ થઈ છે જેની જાહેરાત વિજ્ઞાન અને પ્રૌધોગિકીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી હતી.
હાલ દેશમાં આંધ્ર પ્રદેશ રાયમાં પુલકીત નજીક આવેલું ગામ શ્રીહરિકોટા ઇસરોના સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતું છે. જે એક ટાપુ પર વસેલું છે. અહીં સતિષ ધવન અવકાશ કેન્દ્ર આવેલું છે, યાંથી ભારતે પોતાના ઘણાં ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે. શ્રીહરિકોટા પુલીકટ સરોવર અને બંગાળની ખાડી વચ્ચે આવેલી છે. જોકે, અહીંથી અવકાશમાં છોડવામાં આવતા ઉપગ્રહો સીધા જ અવકાશમાં જતાં નથી, તેના ભૌગોલિક સ્થાનના કારણે તેને કર્વ લઈને પછી અવકાશ તરફ ગતિ કરવી પડે છે, આને કારણે લોન્ચિંગ રોકેટને વધારે પાવરની જર રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી ઇસરો દ્રારા દેશના જુદા જુદા લોકેશન માટે શોધખોળ કરવામાં આવતી હતી, એમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતેનું લોકેશન યોગ્ય જણાયું છે. આ વ્યૂહાત્મક લોકેશન સંદર્ભે હવે લોન્ચિંગ સ્ટેશન માટે આવશ્યક જમીનને સંપાદન કરવા કલેકટરને સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ઇન–સ્પેસનું હેડકવાર્ટર આવેલું છે, યારે કોડીનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાયમાં સેટેલાઇટ મેન્યુફેકચરિંગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
દરમિયાન, શુક્રવારે વિજ્ઞાન અને પ્રૌધોગિકીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્પેસ ફેસ્ટિવલ–૨૦૨૬નો આરભં કરાવ્યો હતો. ૨૩ ઓગસ્ટને રાષ્ટ્ર્રીય અંતરિક્ષ દિવસના કેન્દ્રમાં રાખીને ફેસ્ટનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલમાં રાયભરમાંથી અંદાજિત ૨૦,૦૦૦થી વધુ વિધાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા છે. અહીં ઇસરોના (એસ.એ.સી) અને (જીએસઈએમ) તેમજ રાય અને દેશભરમાંથી અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત આશરે ૫૦ સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉધોગો અને ઇનોવેટર્સના સંયુકત સહયોગથી વિજ્ઞાન પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસએસસીના વડા વી.એન. રાવ, પીઆરએલના વડા અનિલ ભારદ્રાજે સંબોધન કયુ હતું. જીએસઇએમના મિશન ડિરેકટર નેહાકુમારીએ સમગ્ર ફેસ્ટની પરેખા રજૂ કરી હતી.
આ પ્રસંગે મંત્રી મોઢવાડિયાએ સ્પેસ, એઆઈ અને સેમિકન્ડકટર ક્ષેત્રના રોકાણકારો, સાહસિકોની ઉપસ્થિતિમાં સંકેત આપ્યો હતો કે, ગુજરાત આજે સ્પેસ ટેક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાય બની રહ્યું છે. આ અવસરે વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રીની ઉપસ્થિતિમાં જી.એસ.ઈ.એમ અને એન.એ.એમ.ટી.ઈ.સી વચ્ચે સ્પેસ ટેક, ઇલેકટ્રોનિકસ અને સેમિકન્ડકટર ક્ષેત્રે સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા તેમજ ૨૦ જેટલા સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ફેસ્ટિવલ દરમિયાન સ્પેસ સાયન્સ એકિઝબિશન, પ્લેનેટેરિયમ શો, સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેરન્ટેશન, ઓરિગામી, હેન્ડસઓન વર્કશોપ, વિજ્ઞાન વ્યાખ્યાન, સ્પેસ કિવઝ, વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન અને નાઇટ સ્કાય ઓળખવર્ષ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application