BREAKING NEWS

રસોડાના બજેટમાં બચત ફ્રિજની 4 મોટી સમસ્યાઓનો માત્ર એક ચપટીમાં ઉકેલ

  • June 09, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉનાળાની ઋતુમાં ઘરના રસોડામાં ફ્રિજ આપણો સૌથી મોટો સહારો બને છે. શાકભાજી, દૂધ કે રાંધેલો ખોરાક લાંબા સમય સુધી સારો રાખવા માટે આપણે ફ્રિજનો ઉપયોગ વધારી દઈએ છીએ. જોકે, આ જ સમય દરમિયાન ફ્રિજમાંથી આવતી અણગમતી વાસણ કે ખોરાક બગડવાની સમસ્યા માથાનો દુખાવો બની જાય છે.


બજારમાં મળતા મોંઘા ક્લીનિંગ લિક્વિડ પાછળ હજારો રૂપિયા ખર્ચવાને બદલે રસોડામાં હાજર એક સાધારણ વસ્તુ આ તમામ મુશ્કેલીઓનો સચોટ અંત લાવી શકે છે.ઉનાળાના દિવસોમાં વારંવાર દરવાજો ખોલવાને કારણે ફ્રિજની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ વધારાના મોઇશ્ચરને લીધે લીલા શાકભાજી ગણતરીના દિવસોમાં જ સડવા લાગે છે. જો તમે ફ્રિજના ખાનામાં શાકભાજીની બરાબર બાજુમાં એક નાની કટોરી ભરીને મીઠું રાખી દેશો, તો તે ફ્રિજની અંદર રહેલા વધારાના ભેજને પોતાની તરફ ખેંચી લેશે. પરિણામે શાકભાજી લાંબા સમય સુધી એકદમ તાજા અને કડક રહેશે.
ફ્રિજમાં એકસાથે રાંધેલી વાનગીઓ, કાપેલા ફળો અને દૂધ જેવી વિવિધ વસ્તુઓ રાખવાથી તેની ગંધ એકબીજા સાથે ભળી જાય છે, જેનાથી એક વિચિત્ર દુર્ગંધ પેદા થાય છે. મીઠામાં કુદરતી રીતે વાતાવરણ શુદ્ધ કરવાનો ગુણ હોય છે. ફ્રિજના એક ખૂણામાં રાખેલી મીઠાની વાટકી હવામાં ફેલાયેલી આ દુર્ગંધને શોષી લે છે અને ફ્રિજ ખોલતા જ એક આહલાદક તાજગીનો અનુભવ કરાવે છે.


તાપમાનમાં થતા ફેરફાર અને ભેજને કારણે રાંધેલો ખોરાક કે ગૂંથેલો લોટ પણ ફ્રિજમાં હોવા છતાં જલ્દી ખાટો થઈ જાય છે. મીઠું ફ્રિજના તાપમાન અને ભેજનું સંતુલન જાળવી રાખે છે, જેથી રાંધેલું ભોજન લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

આ સિવાય સિંગલ ડોર કે જૂના ફ્રિજના ફ્રીઝરમાં બરફના ગઠ્ઠા જામી જવાની મોટી સમસ્યા રહે છે. આ તકલીફથી બચવા માટે ફ્રીઝરને એકવાર સાફ કરી તેની સપાટી પર થોડું મીઠું છાંટી દેવું જોઈએ, જેથી ત્યાં વધારાનો બરફ જામતો અટકે છે અને કૂલિંગ પણ ઉત્તમ મળે છે.યાદ રાખો કે મીઠું ફ્રિજનો બધો ભેજ શોષી લેતું હોવાથી આશરે 15 થી 20 દિવસમાં તે ભીનું થઈ જાય છે. તેથી સારા પરિણામ મેળવવા માટે દર 2 થી 3 અઠવાડિયામાં વાટકીનું મીઠું બદલી નાખવું હિતાવહ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application