BREAKING NEWS

દરિયાના બાર્નાકલ્સે ગુજરાતના દરિયાકાંઠે વધી રહેલા માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણનો પર્દાફાશ કર્યેા

  • July 16, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્શિયન ગલ્ફમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંકટ દરમિયાન જહાજોની અવરજવર ધીમી પાડવાને કારણે વૈશ્વિક ચર્ચામાં આવેલા બાર્નાકલ્સ હવે ગુજરાતના દરિયાકાંઠે વધી રહેલા માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણનો ચોંકાવનારો ખુલાસો કરી રહ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં રાયના ૧૩ દરિયાકાંઠાના સ્થળોએથી એકત્ર કરાયેલા બાર્નાકલ્સ, દરિયાનું પાણી અને કિનારાના કાંપના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું કે દ્રારકાથી આશરે ૧૨ કિલોમીટર દૂર આવેલું અને આંતરરાષ્ટ્ર્રીય બ્લૂ લેગ પ્રમાણપત્ર ધરાવતું શિવરાજપુર બીચ બાર્નાકલ્સમાં માઇક્રોપ્લાસ્ટિકની સૌથી વધુ માત્રા ધરાવે છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૪ દરમિયાન આ બીચ પર લગભગ ૬.૮ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. સંશોધકોના જણાવ્યા મુજબ, નબળું કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિકનો બેફામ નિકાલ, માછીમારીની પ્રવૃત્તિઓ અને ભૌગોલિક પરિબળો અહીં માઇક્રોપ્લાસ્ટિક વધવાનું મુખ્ય કારણ છે.
મરીન પોલ્યુશન બુલેટિનમાં પ્રકાશિત અને નેચર દ્રારા પણ ઉલ્લેખિત આ અભ્યાસમાં માર્ચ ૨૦૨૩થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન એકત્ર કરાયેલા નમૂનાઓમાંથી બાર્નાકલ્સમાં ૪૮૪, દરિયાના પાણીમાં ૪૯૧ અને કિનારાના કાંપમાં ૭૨૫ માઇક્રોપ્લાસ્ટિક કણો મળી આવ્યા હતા. આથી ગુજરાતના દરિયાઈ પર્યાવરણમાં પ્લાસ્ટિક પ્રદૂષણનું વ્યાપક પ્રમાણ સ્પષ્ટ્ર થાય છે.
એમએસયુના પ્રાણીશાક્ર વિભાગના સહ–સંશોધક ડો. કૃપાલ પટેલે જણાવ્યું કે નદીઓમાં પહોંચતો પ્લાસ્ટિકનો કચરો અંતે દરિયામાં જઈને માઇક્રોપ્લાસ્ટિકમાં પરિવર્તિત થાય છે. ઉપરાંત, કાપડ ઉધોગ સહિતના ઔધોગિક પ્રવાહી કચરા અને માછીમારીમાં વપરાતા પ્લાસ્ટિકના સાધનો પણ આ પ્રદૂષણમાં વધારો કરે છે.
અભ્યાસમાં સમાવિષ્ટ્ર આઠ બાર્નાકલ પ્રજાતિઓમાં ચથામાલસ બાર્નેસીમાં સૌથી વધુ અને મેગાબાલેનસ ટિન્ટિનાબુલમમાં સૌથી ઓછી માઇક્રોપ્લાસ્ટિક મળી હતી. મોટા ભાગના કણો વાદળી અને કાળા રંગના, એકથી બે મિલીમીટર કદના અને પોલીપ્રોપીલિન તથા પોલીથિલિન જેવા પ્લાસ્ટિકથી બનેલા હતા, જે સામાન્ય રીતે પેકેજિંગ સામગ્રી અને માછીમારીના સાધનોમાં વપરાય છે.
બાર્નાકલ્સ આખું જીવન ખડકો, જેટ્ટી અને જહાજોના તળિયે ચોંટેલા રહે છે અને સતત દરિયાનું પાણી ગાળી ખોરાક મેળવે છે. આ પ્રક્રિયામાં તેઓ માઇક્રોપ્લાસ્ટિક પણ શોષી લે છે. તેથી તેઓ દરિયાઈ પ્રદૂષણ અને પર્યાવરણની સ્થિતિના વિશ્વસનીય જૈવિક સૂચક તરીકે ગણાય છે.સંશોધકોએ ૨૦૧૩થી ૨૦૨૪ દરમિયાન પ્રકાશિત ૮૦ આંતરરાષ્ટ્ર્રીય અભ્યાસોની પણ સમીક્ષા કરી હતી. તેમના તારણ મુજબ, બાર્નાકલ્સ ઉપરાંત સ્પોન્જ, ઓઇસ્ટર અને સી એનિમોન જેવા દરિયાઈ જીવો પણ લાંબા ગાળે માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ પર નજર રાખવા માટે અસરકારક બાયોઇન્ડિકેટર બની શકે છે. સંશોધકોનું માનવું છે કે માઇક્રોપ્લાસ્ટિક અંતે દરિયાઈ ખોરાક દ્રારા માનવ શરીરમાં પહોંચે છે, જે ભવિષ્યમાં આરોગ્ય માટે ગંભીર પડકાર બની શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application