BREAKING NEWS

શિવ નાદર બન્યા દેશના સૌથી મોટા દાનવીર ટોચના ૧૦ ધનિકોમાંથી ફક્ત ચાર જ ઉદાર

  • November 21, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2026 મુજબ, દેશના 219 મુખ્ય દાતાઓએ નાણાકીય વર્ષ 2025-26 માં કુલ 11,554 કરોડનું દાન આપ્યું હતું. એક વર્ષ અગાઉ, નાણાકીય વર્ષ 2024-25 માં, આ રકમ ા.10,380 કરોડ હતી. આ કુલ દાનમાં આશરે 11 ટકાનો વધારો દશર્વિે છે. આ યાદીમાં ઓછામાં ઓછા 5 કરોડનું દાન આપ્નાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. નોંધપાત્ર રીતે, ટોચના 10 દાતાઓએ એકલા 6,572 કરોડનું દાન આપ્યું હતું, જે કુલ દાનના આશરે 57 ટકા છે. શિવ નાદર અને તેમનો પરિવાર કુલ 2,593 કરોડના દાન સાથે યાદીમાં આગળ છે. તેઓ દરરોજ સરેરાશ 7.1 કરોડનું દાન કરે છે. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે તેઓ દેશના સૌથી મોટા દાતા રહ્યા છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં તેમના દાનમાં 4%નો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2024-25 માં, શિવ નાદર અને તેમના પરિવારે ા.2,708 કરોડનું દાન આપ્યું હતું. આ વર્ષે તેમના કુલ યોગદાનમાંથી લગભગ 93% વ્યક્તિગત સંપત્તિમાંથી આવ્યું હતું. સૌથી મોટું દાન, ા.1,220 કરોડ, કલા, સંસ્કૃતિ અને વારસા સંબંધિત કાર્યો માટે આપવામાં આવ્યું હતું.



દેશમાં અમીર વ્યક્તિઓની પાસે બેશુમાર સંપત્તિ છે, પરંતુ જ્યારે તેમની સંપત્તિનો એક ભાગ સમાજને સમર્પિત કરવાની વાત આવે છે, ત્યારે દરેક ધનવાન વ્યક્તિ આ યાદીમાં સ્થાન મેળવી શકતું નથી. એચસીએલના સ્થાપક શિવ નાદર ફરી એકવાર એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2026માં વિજેતા બન્યા છે. તેઓ સતત પાંચમા વર્ષે દેશના સૌથી મોટા દાનવીર બન્યા છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માં 2,593 કરોડનું દાન આપ્યું હતું.શિવ નાદર બન્યા
આ રિપોર્ટની સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતના 10 ધનિકોમાંથી ફક્ત ચાર જ ટોચના 10 દાનવીરોની યાદીમાં સામેલ છે. આમાં શિવ નાદર, ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને પૂનાવાલા પરિવારનો સમાવેશ થાય છે. બાકીના છ સ્થાનો એવા દાતાઓ દ્વારા કબજે કરવામાં આવ્યા છે જે દેશના ટોચના 10 ધનિક વ્યક્તિઓની યાદીમાં પણ નથી.


આ અહેવાલ બીજો મહત્વપૂર્ણ મુદ્દો ઉજાગર કરે છે: કુલ દાનના 47 ટકા વ્યક્તિઓની વ્યક્તિગત સંપત્તિમાંથી આવ્યા હતા, જ્યારે 53 ટકા કોર્પોરેટ સીએસઆર પ્રવૃત્તિઓમાંથી આવ્યા હતા.
ગૌતમ અદાણી અને તેમનો પરિવાર યાદીમાં બીજા ક્રમે છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માં 877 કરોડનું દાન આપ્યું હતું. ગયા વર્ષે તેમનું યોગદાન 386 કરોડ હતું, જે એક વર્ષમાં તેમના દાનમાં 127% નો વધારો દશર્વિે છે. આ વખતે અદાણી પરિવારે ત્રણ સ્થાનનો ઉછાળો આપ્યો છે. 491 કરોડનો દાનમાં વધારો યાદીમાં સૌથી મોટો વધારો હતો. દરમિયાન, બજાજ પરિવાર 632 કરોડના દાન સાથે ત્રીજા ક્રમે છે, અને મુકેશ અંબાણી અને તેમનો પરિવાર 620 કરોડ સાથે ચોથા ક્રમે છે.

દેશના ટોચના 10 દાનવીરોની સંપૂર્ણ યાદી -
ક્રમાંક     નામ     દાનની રકમ
1     શિવ નાદર અને પરિવાર     2,593 કરોડ
2     ગૌતમ અદાણી અને પરિવાર     877 કરોડ
3     બજાજ પરિવાર     632 કરોડ
4     મુકેશ અંબાણી અને પરિવાર     620 કરોડ
5     નંદન નીલેકણી     380 કરોડ
6     કુમાર મંગલમ બિરલા અને પરિવાર     366 કરોડ
7     સાયરસ અને આદર પૂનાવાલા     336 કરોડ
8     સુધીર મહેતા અને સમીર મહેતા     334 કરોડ
9     રંજન પાઈ અને પરિવાર     219 કરોડ
10     રોહિણી નીલેકણી     215 કરોડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application