BREAKING NEWS

કાલે ગુજરાત સરકારનું બજેટ ફૂલ ગુલાબી બજેટ આવે તેવા સંકેત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોમનવેલ્થ ગેમ રહેશે કેન્દ્રમાં

  • February 17, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે તા.18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું વર્ષ 2026-27નુ અંદાજપત્ર રજૂ કરશે. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રજૂ થનાર બજેટમાં અર્બન ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવશે.તો આગામી 2030મા યોજનાર કોમનવેલ્થ ગેમ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવે તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફુલ ગુલાબી રહે તેવા સંકેત છે.


પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાએ સૌથી વખત 18 વખત ગુજરાતનું બજેટ રજૂ કરેલું છે તો પૂર્વ નાણાં મંત્રી નીતિનભાઈ પટેલે બીજા ક્રમે રહી 9 વખત બજેટ રજૂ કરેલું છે. જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વખત બજેટ રજૂ કરશે. નાણામંત્રીના ભાષણમાં સરકારની આર્થિક નીતિ, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો નાગરિકોને સમજાવવામાં આવે છે.


છેલ્લા 25 વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યા છે અને બજેટનું કદ સતત વધતું રહ્યું છે. બજેટમાં સામાન્ય નાગરિકો, ઉદ્યોગો અને ખેડૂતો માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. હાલમાં રજૂ થનાર બજેટમાં મધ્યમ વર્ગ માટે રોજિંદા જીવન સરળ બનાવતી યોજનાઓ અને ઘર-ઘર સુધી સરકારી લાભ પહોંચાડવાના ઉપાયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.


નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News