BREAKING NEWS

રાજકોટમાં મોડીરાતથી સવાર સુધી ધીમી ધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય બફારામાંથી રાહત

  • September 13, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી  અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા. આખરે મેઘરાજાએ મહેર કરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં મોડીરાતથી લઈને સવાર સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બનેલા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. સવારના સુમારે પડેલા આ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.


શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે કાલાવડ રોડ, મોરબી રોડ, યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂટ રિંગ રોડ સહિતના તમામ વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે વરસેલા આ વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર નાનાં-મોટાં ખાબોચિયાં ભરાઈ ગયા હતા, લાંબી રાહ જોયા પછી આવેલા આ વરસાદે સૌના ચહેરા પર ખુશી લાવી દીધી છે.

હજુ પણ રાજકોટ શહેર અને આસપાસના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાનમાં છવાયેલા આ ઘટાટોપ વાદળોને જોઈને શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ છે અને લોકો હવે આકાશમાંથી ધોધમાર વરસાદ વરસે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ મોસમી વરસાદથી આગામી સમયમાં ગરમીથી સંપૂર્ણ રાહત મળવાની પૂરેપૂરી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application