BREAKING NEWS

સ્વરા ભાસ્કરના નિવેદનના વિરોધમાં VHP બજરંગદળ અમરેલી દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજાયો

  • September 11, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ અમરેલી જિલ્લા દ્વારા જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરના હિન્દુ ધર્મ તથા રાજા-મહારાજાઓના સમયકાળ દરમિયાન પ્રચલિત ‘જોહર’ની પરંપરા અંગે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં તા. 9/9/2026ના રોજ પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ સ્વરા ભાસ્કરના નિવેદન સામે ભારે રોષ વ્યક્ત કરી, હિન્દુ ધર્મ, તેની પરંપરાઓ તથા ઇતિહાસ પ્રત્યે આદર જાળવવાની માંગ કરી હતી. આયોજકોના જણાવ્યા મુજબ, હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી ટિપ્પણીઓનો તેઓ સખત વિરોધ કરે છે.આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, જિલ્લા સહમંત્રી મનુભાઈ અસલાલીયા,સહમંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી, જિલ્લા બજરંગ દળ સંયોજક જીગીશુભાઈ મેહતા, સહ સંયોજક કરણભાઈ વાજા, ભાર્ગવભાઈ માવાણી, જિલ્લા સાપ્તાહિક મિલન કેન્દ્ર પ્રમુખ માધવભાઈ ભટ્ટ, જિલ્લા સુરક્ષા પ્રમુખ કુણાલભાઈ જોશી, સુરક્ષા સહ પ્રમુખ રઘુવીરભાઈ ભુવા, આર્યાનભાઈ ભુવા, ગૌ રક્ષા પ્રમુખ સુમિતભાઈ સિંધવ, નગર બજરંગ દળ સંયોજક મહાવીરભાઈ વિંછીયા, નગર બજરંગ દળ ગૌ રક્ષા પ્રમુખ ભોજરાજભાઈ વાળા, વિદ્યાર્થી પ્રમુખ કિશનભાઈ ધંધુકિયા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર વિનયભાઈ રાજગોર, કૃણાલભાઈ ત્રિવેદી, સાગરભાઈ વ્યાસ, મોનિલભાઈ ગોંડલિયા, મહાદેવભાઈ ઠાકર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓના સન્માન માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application