BREAKING NEWS

ચર્ચા માટે સરકારે જંતર–મંતર પર જ આવવું પડશે–સીજેપી: ફરી વિધાર્થીઓ ઉમટયા

  • July 23, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રાત્રે જંતર–મંતર પર પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો આવ્યો હતો. પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગયેલા અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યેા અને પોલીસ પર લાકડીઓથી હત્પમલો કર્યેા હતો. જેમાં બે એસીપી અને બે ઇન્સ્પેકટર સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા
હતા. ઇન્ટરનેટ બધં થયા બાદ, પ્રદર્શનકારીઓને એસએમએસ દ્રારા જંતર–મંતરની આસપાસ એકત્ર કરવામાં આવ્યા હતા. દરમિયાન, સુરક્ષા કારણોસર, આજે આગામી સૂચના સુધી દિલ્હીના ૧૬ મેટ્રો સ્ટેશન બધં કરવામાં આવ્યા છે. આજે ચોથા દિવસે પણ જંતર–મંતર પર વિધાર્થીઓ એકઠા થયા છે. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે જણાવ્યું છે કે, સરકાર જંતર–મંતર પર આવીને વાતચીત કરે.
અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, જેપી નડ્ડા સાથેની અમારી છેલ્લી મુલાકાત પછી, અમે પાંચ કલાક બગાડા અને વિધાર્થીઓને માર મારવામાં આવ્યો. અમે નક્કી કયુ છે કે સરકાર સાથે આગળની કોઈપણ વાતચીત ફકત જંતર–મંતર પર જ થશે.
અભિજીત દિપકેએ કહ્યું, બહારથી લોકોને ઇરાદાપૂર્વક વિરોધ પ્રદર્શનોમાં વિક્ષેપ પાડવા માટે મોકલવામાં આવી રહ્યા છે. અમે એક મહિનાથી અહીં બેઠા છીએ. એક મહિનામાં આવી કોઈ ઘટના બની નથી, પરંતુ હવે, જેમ જેમ વિરોધ વધ્યો છે, તેમ તેમ ભાજપ બહારથી ગુંડાઓ મોકલીને લોકોને જાણી જોઈને ઉશ્કેરી રહ્યું છે. ભાજપ જ પથ્થરમારો કરી રહ્યું છે. પોલીસ અહીં પથ્થરોથી ભરેલી ટ્રકો લાવે છે. ભાજપના ગુંડાઓ આવે છે, પથ્થરમારો કરે છે અને પછી સીજેપીના લોકોને બદનામ કરે છે.
આજે પણ જંતર–મંતરનો લગભગ અડધો ભાગ પ્રદર્શનકારીઓથી ભરાયેલો છે. દિવસ દરમિયાન, લોકો અહીં આવે છે, પ્રદર્શનોમાં ભાગ લે છે, કવિતાઓ વાંચે છે અને સૂત્રોચ્ચાર કરે છે. સ્ટેજ પરથી એવી જાહેરાત પણ કરવામાં આવે છે કે આ એક શાંતિપૂર્ણ વિરોધ છે. પરંતુ સાંજ સુધીમાં, ભીડ વધવા લાગે છે, અને એક અલગ પ્રકારનો વિરોધ શ થાય છે, જેમાં પોલીસને નિશાન બનાવવામાં આવે છે, પથ્થરમારો કરવામાં આવે છે અને હિંસાનો આશરો લેવામાં આવે છે.
અભિજીત દીપકે કહ્યું, આજે અમારા વિરોધનો ૩૪મો દિવસ છે અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો ૨૬મો દિવસ છે. અમાં વિરોધ આ રીતે ચાલુ રહેશે. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી અમે તેને પાછું ખેંચીશું નહીં. અમે પણ ઈચ્છીએ છીએ કે સોનમ સર તેમની ભૂખ હડતાળ સમા કરે કારણ કે અમે નથી ઇચ્છતા કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકે. તેમનું જીવન દેશ માટે ખૂબ જ કિંમતી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application