આસો માસની રઢીયાળી રાત એટલે શરદપૂર્ણિમા, નવરાત્રીની પૂર્ણાહુતી થઇ છે અને દિવાળી તહેવારોની રાહ જોવાઇ રહી છે ત્યારે ગઇકાલે શરદપૂર્ણીમાં ઉત્સવ ઉજવાયો હતો, ઠેર-ઠેર નવરાત્રી બાય બાયના કાર્યક્રમો પણ યોજાયા હતા, આ દિવસે ચંદ્ર પુર્ણ કળાએ ખિલી ઉઠે છે અને પૃથ્વી પર તેનું તેજોમય અૃમત વરસાવે છે. સવંતના દરેક માસની પુનમે ચંદ્ર તેનુ અલૌકીક તેજ પાથરે છે પણ આસો માસની પૂનમના દિવસે ચંદ્રનું તેજ કઇંક અલગ જ હોય છે અને તે દિવસે લોકો ઘરે ઘરે દુધ, પૌવા આરોગે છે, જામનગરમાં અનેક સ્થળે શરદ ઉત્સવના રાસ-ગરબા જેવા કાર્યક્રમો યોજાય હતા, તેમજ આકાશમાં ચંદ્રમાએ એક અલૌકીક દ્રશ્ય ધારણ કર્યુ હતું.