BREAKING NEWS

આ અમારો ઇલાકો છે, શું કતરાઇને સામે જુએ છે તેમ કહી, યુવાનને ત્રણ શખસોએ મારમાર્યો

  • January 03, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નાણાવટી ચોક નજીક ચાની હોટેલ પાણી પિ રહેલા યુવાનને આ અમારો ઇલાકો છે, શું કતરાઇને સામે જુએ છે કહી માથકૂટ કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવતી સહિત ત્રણ શખસો સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધવવામાં આવી છે.


બનાવ અંગે નાણાંવટી ચોક નજીક સતાધાર પાર્ક શેરી નં.4 માં રહેતા યુવાન રોહનભાઈ મુળજીભાઈ ઝાલા(ઉ.વ. ૪૦) એ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ અને તેની સાથેના એક અજાણ્યા શખસ અને યુવતીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલના ભોજપરા મુકામે આવેલ ફ્લોરેક્ષ ગ્રીન પ્રા. લીમીટેડમાં એરીયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.


વધુમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૨૭/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના આઠ વાગ્યે તે નોકરી પુરી કરીને ઘરે જતો હતો. નાણાવટી ચોક પાસે રીક્ષામાંથી ઉતરી ઘર તરફ જતો હતો. ત્યારે રાબેતા મુજબ નાણાવટી ચોકથી અંદર આવાસ યોજનાના ક્વાટર પાસે આવેલી ખોડીયાર ચાની દુકાને પાણી પીવા ઉભો રહેલો હતો. ત્યારે એક અજાણ્યા શખસે તેને ચાવીનો જુડો મારા પીઠના ભાગે ફેકેલો હતો. જેથી યુવાને પાછળ ફરીને જોતા ત્યા ત્રણેક વ્યકિત ઉભેલા હતા. જેમા બે છોકરા તથા એક છોકરી હતી. બાદ એક શખસે કહ્યું હતું કે, આ અમારો ઈલાકો છે, શુ કતરાઈને સામે જોવે છે? આ એરીયામાથી નીકળવુ હોય તો શાંતિથી રહેવુ પડશે, કાંઈ ઉચા નીચે થયો તો છરીના ઘા મારી જાનથી મારી નાખીશ તેવું કહી બોલાચાલી કરવા લાગેલ હતો. બાદ તેની સાથે હાજર અન્ય યુવક અને યુવતી પણ ઝગડો કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગેલ હતા. બાદમાં કહેલ કે, તારે ઝગડો કરવો હોય તો આવી જાજે, અમારી સાથે આ છોકરી છે તેના નામથી તને ખોટા કેસમા સંડોવી દઈશુ, અમારૂ કોઈ કાંઈ નહી બગાડી શકે તેમ કહી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સો ત્યાથી જતા રહેલા હતા.જે બાદ યુવાને યુનિવર્સીટી પોલીસ મથકમાં અલ્તાફ અને એક યુવતી સહીત ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application