BREAKING NEWS

દેશોમાં હજારો વોટ્સએપ યુઝર્સના એકાઉન્ટ 24 કલાક સુધી થયા બંધ

  • August 04, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જો તમારું વોટ્સએપ અચાનક કામ કરવાનું બંધ કરી દે અથવા સ્ક્રીન પર એકાઉન્ટ અન્ડર રીવ્યુનો મેસેજ જોવા મળે તો ગભરાવાની જરૂર નથી. ભારત સહિત અનેક દેશોમાં હજારો વોટ્સએપ યુઝર્સ સાથે આવી જ ઘટના બની છે. ઘણા યુઝર્સના એકાઉન્ટ કોઈ પૂર્વચેતવણી વિના રિવ્યૂમાં મોકલી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ 24 કલાક સુધી વોટ્સએપનો ઉપયોગ કરી શક્યા નહોતા

.યુઝર્સના જણાવ્યા અનુસાર, તેમણે ન તો સ્પામ મેસેજ મોકલ્યા હતા, ન કોઈ થર્ડ-પાર્ટી વોટ્સએપ એપનો ઉપયોગ કર્યો હતો અને ન તો પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમ છતાં તેમના એકાઉન્ટ અચાનક લોક થઈ ગયા. રિવ્યૂ દરમિયાન યુઝર્સ ચેટ, કોલ અથવા અન્ય કોઈ પણ ફીચરનો ઉપયોગ કરી શકતા નહોતા. વોટ્સએપ તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયામાં 24 કલાક સુધીનો સમય લાગી શકે છે. આ સમસ્યા માત્ર એક દેશ પૂરતી મર્યાદિત રહી નથી. ભારતના અનેક યુઝર્સે પણ સોશિયલ મીડિયા અને રેડીટ જેવા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી હતી કે તેમના વોટ્સએપ એકાઉન્ટ અચાનક રિવ્યૂમાં ચાલી ગયા. મોટી સંખ્યામાં એકસાથે આવા કિસ્સા સામે આવતા ઘણા લોકોનું માનવું છે કે આ વોટ્સએપની ઓટોમેટેડ મોડરેશન સિસ્ટમમાં આવેલી ખામી અથવા કોઈ ટેક્નિકલ બગનું પરિણામ હોઈ શકે છે. જોકે કેટલાક યુઝર્સના એકાઉન્ટ 2થી 3 કલાકમાં ફરી ચાલુ થઈ ગયા હતા, જ્યારે કેટલાકને સંપૂર્ણ 24 કલાક સુધી રાહ જોવી પડી હતી. જો તમારા વોટ્સએપમાં પણ એકાઉન્ટ અન્ડર રીવ્યુનો મેસેજ દેખાય તો સૌથી પહેલા શાંતિ રાખો. માત્ર સત્તાવાર વોટ્સએપ એપનો જ ઉપયોગ કરો અને GB વોટ્સએપ, યો-વોટ્સએપ જેવી મોડિફાઇડ એપ્સથી દૂર રહો. વારંવાર એપ અનઇન્સ્ટોલ કરવી અથવા નંબર ફરીથી રજિસ્ટર કરવાનો પ્રયાસ ન કરો. જો એપમાં રીક્વેસ્ટ રીવ્યુવિકલ્પ ઉપલબ્ધ હોય તો તેના પર ક્લિક કરીને રિવ્યૂ માટે વિનંતી મોકલી શકો છો. ત્યારબાદ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી શ્રેષ્ઠ રહેશે. આ સમગ્ર મામલે મેટાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે કંપની પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા અને ગેરવપરાશ અટકાવવા માટે સતત કાર્ય કરી રહી છે. તેના સુરક્ષા તંત્ર દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ ધરાવતા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવે છે. જોકે મેટાએ સ્વીકાર્યું છે કે કેટલીક વખત ઓટોમેટેડ સિસ્ટમથી ભૂલ પણ થઈ શકે છે. કંપનીએ જણાવ્યું છે કે જો કોઈ યુઝરનો એકાઉન્ટ ભૂલથી અસરગ્રસ્ત થયો હશે તો તેને શક્ય તેટલી ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી યુઝર્સ ફરી સરળતાથી વોટ્સએપનો ઉપયોગ કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application