સોરઠીયાવાડી મરચાપીઠ વિસ્તારમાં ભેળસેળયુકત લાલ મરચાની ભુકી વેચતા ઝડપાઇ ગયાના નવ વર્ષ પહેલાના કેસમાં કોર્ટે વેપારીને એક માસની સજા અને . ૧.૫૦ લાખનો દડં ફરમાવી દડં ન ચૂકવે તો વધુ એક માસની સજાનો હત્પકમ કર્યેા છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના આરોગ્ય શાખાના ફડ સેફટી ઓફિસર કે. એમ. રાઠોડ અને તા. ૧૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ સોરઠીયાવાડી મરચાપીઠ વિસ્તારમાં આવેલ મનહરલાલ ડાહ્યાલાલ સાતાની દુકાને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ લાગતાં લાલ મરચાની ભુકીનો નમૂનો સીલ કરી બરોડા સ્થિત ફડ એનાલીસીસ લેબોરેટરીમાં પૃથક્કરણ કરાવતા આ પાવડરમાં કાયદાથી પ્રતિબંધિત અને સ્વાસ્થ્ય માટે અત્યતં હાનિકારક એવો નોન–પરમિટેડ ઓઈલ સોલ્યુબલ પિન્ક એન્ડ ઓરેન્જ કલર (કોલટાર ડાઈ)ની હાજરી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આમ, વેપારીએ ખોટો આર્થિક લાભ મેળવવા માટે આ ભેળસેળ કરી હોવાનું સામે આવતાં રાજકોટ મહાનગર પાલિકા દ્રારા ફડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ – ૨૦૦૬ હેઠળ અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી પક્ષ દ્રારા કાનૂની ટેકનિકલ મુદ્દાઓ અને ફડ સેફટી ઓફિસરની નિમણૂંક સામે સવાલો ઉઠાવી બચાવ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જેની સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના વકીલ દ્રારા રજૂ કરાયેલા દસ્તાવેજો, પુરાવાઓ અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકી કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે મનહરલાલ ડાહ્યાલાલ સાતાને તકસીરવાન ઠેરવી કલમ–૫૯ (૧) હેઠળ એક માસની સજા અને . ૧.૫૦ લાખનો દડં ન ભરે તો વધુ એક માસની સજાનો હત્પકમ ફરમાવ્યો છે. આ કેસમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન વતી એડવોકેટ જીજ્ઞેશ એન. શાહ રોકાયા હતા.