ગીરનું ઘરેણું અને સૌરાષ્ટ્ર-ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને જતન અંગે જનજાગૃતિ ફેલાવવા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બૃહદગીરમાં સમાવેશ એવા પંચાળનાં ચામુંડાધામ ચોટીલામાં ભવ્ય જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વન્યજીવન અને માનવ જીવન વચ્ચેના સહઅસ્તિત્વનો સંદેશ આપી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ચોટીલા ખાતે ચામુંડા માતાજી તળેટી ખાતે થી મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને વિવિધ વિભાગના અધિકારી અને શિક્ષક સમાજ ની ઉપસ્થિતિમાં યોજાયેલ મહારેલીનું પ્રયાણ મહંત પરિવારનાં અતુલગીરીના હસ્તે કરવામાં આવેલ જે સિંહ સંરક્ષણના હુંકાર સાથેની નારાબાજી સાથે ચોટીલા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરેલ હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ, જીલ્લા શિક્ષણ વિભાગનાં Dpeo, Deo, ચોટીલા tpeo શ્રી ગિરધરભાઈ ઓળકીયા સાહેબ, કેળવણી નિરીક્ષક અભુભાઈ સાહેબ, brc કો. હરેશભાઇ ઝાપડિયા સાથે તમામ crc કો. ઓ, તેમજ પ્રાંત કચેરી , ગૃહ વિભાગ, નગરપાલિકા, શાળાના તમામ આચાર્યો, શિક્ષકો, આર. એફ. ઓ પાર્વતીબેન વાઘેલા નોર્મલ,વિસ્તરણનો સ્ટાફ તેમજ જિલ્લા કો. ઓર્ડિનેટર રાસેશભાઈ ગોહિલ, પ્રકાશભાઈ પરમાર સહિતનાએ જહેમત ઉઠાવી હતી
સાવજ ની ડણક સમાન કટ આઉટ, મહોરા સાથે મહારેલીમાં ભાગ લેનાર બાળકોને રામ રહીમ ફાઉન્ડેશન ની ટિમ દ્વારા બિસ્કિટ અને પાણી સગવડ આપેલ, તેમજ ડુંગર મંદિરના દિલીપગીરી અને રમેશભાઈ બડમલીયાના સહકારથી બાળકોને નાસ્તા પ્રસાદ ની વ્યવસ્થા કરેલ હતી
તાલુકાનાં રાજપરા તથા નાવા મોડેલ સ્કૂલ દ્વારા મહા રેલી યોજી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ જહેમત ઉઠાવી હતી. વિશ્વ સિંહ દિવસ નિમિતે વન્ય પ્રાણી અને માનવ જીવનમાં સહસ્તિત્વ ની સમજ અને લોક જાગૃતિ ની વાતો વણી ને કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.