શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય 79 માં છઠ્ઠા માળે વિંગ બી બ્લોક નંબર 602 માં રહેતા ગૌતમભાઈ કિશોરભાઈ જાની (ઉ.વ 20) નામના વિદ્યાર્થીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુકેશ સોહલાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઈ મિલન (ઉ.વ 26) વર્ષ 2018 માં રાજકોટમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે રહેતી પાયલ જલાભાઈ સભાડ નામની યુવતી સાથે મિત્રતા થતા બંને રાજુખુશીથી જુનાગઢ કોર્ટમાં ગત તા. 6/12/2022 ના લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને પોતપોતાના ઘરે પરત કર્યા હતા. બાદમાં તા. 11/1/2025 ના બંને પોતાના ઘરેથી ભાગી અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. હાલ બંને અહીં આદિત્ય 79 માં પરિવાર સાથે જ રહે છે.
યુવાનનો મોટો ભાઈ અને તેના ભાભી જે સમયે ઘરેથી ભાગી ગયા હતા તે દરમિયાન ગત તા. 12/1/2025 ના પાયલના સગા મુકેશ સોહલાએ વાતચીત કરવા અર્થે સાધુવાસવાણી રોડ પર માધવ મેડિકલ સ્ટોર પાસે બોલાવતા ફરિયાદી તેના માતા, મામા કમલેશભાઈ ભટ્ટ, કાકા પ્રવીણભાઈ જાની સહિતના ત્યાં ગયા હતા. તે સમયે મૂકેશે ફરિયાદીના માતાને પાયલ વિશે પૂછી જો પાયલ ઘરે નહીં આવે તો ફરિયાદી તથા તેના માતાને મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. જેનાથી ડરી દઈ જે તે સમયે ફરિયાદ કરી ન હતી. બાદમાં યુવાન તેના ભાઈ સાથે અહીં પોલીસ સ્ટેશન આવી હવે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech