હળવદ નજીક રિક્ષા ગોથું મારી જતા ત્રણ વર્ષના પુત્રનું મોત: પિતાને ઇજા
હળવદ નજીક રિક્ષા ગોથું મારી જતા ત્રણ વર્ષના પુત્રનું મોત: પિતાને ઇજા
July 18, 2026 05:05 AM
હળવદ નજીક રિક્ષા ગોથું મારી જતા ચાલક પિતા અને તેના પુત્રને ઈજાઓ થતા હળવદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્ર્ર્રણ વર્ષના પુત્રને ગંભીર ઇજા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.બનાવની મળતી વિગત મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા જયદેવભાઈ રાણેવાડિયા (ઉ.વ.30)ના ગઈકાલે સાંજે સાતેક વાગ્યે ઘરેથી ત્રણ વર્ષના પુત્ર આનંદને રિક્ષામાં બેસાડી ગામમાં જતા હતા ત્યારે હળવદ ચાર રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીક રિક્ષા ગોથું મારી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે લોકો દોડી ગયા હતા અને 108 મારફતે બંનેને પ્રથમ હળવદ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણ વર્ષના પુત્રને ગંભીર ઇજા હોવાથી તેનું સારવાર કારગત નીવડે પૂર્વે જ મૃત્યુ થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જયદેવ બે ભાઇમાં મોટો હતો. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.