BREAKING NEWS

તિબેટમાં ફરી આવ્યો 5.1 ની તીવ્રતાનો ભૂકંપ: હિમાલયી હોનારતમાં મૃત્યુઆંક 1273 એ પહોંચ્યો, 4700 થી વધુ લોકો હજુ પણ લાપતા

  • September 03, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાલયી ક્ષેત્રમાં આવેલી ભયાનક કુદરતી આપદાના માત્ર એક અઠવાડિયા બાદ તિબેટમાં ગુરુવારે 5.1 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (GFZ) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગત 26 ઓગસ્ટના રોજ હિમાલયમાં ગ્લેશિયર અને ખડકો તૂટી પડવાના કારણે આવેલ પ્રચંડ પૂરે નેપાળ અને તિબેટમાં ભારે તારાજી સર્જી હતી. આ હોનારતમાં મૃત્યુઆંક વધીને 1273 પર પહોંચી ગયો છે, જ્યારે 4700 થી વધુ લોકો હજુ પણ લાપતા છે.

ગત 26 ઓગસ્ટના રોજ હિમાલયની ઊંચાઈ પર ગ્લેશિયર અને ખડકોનો મોટો ભાગ તૂટી પડતાં બરફ અને માટીનો વિપુલ જથ્થો નીચે ધસી આવ્યો હતો. આ મલબો નેપાળ-ચીન સરહદ નજીક આવેલી લ્હેંદે ખોલા નદીમાં ખાબકતાં કુદરતી બંધ બની ગયો હતો. ત્યારબાદ આ પાણી અને મલબો અચાનક પ્રચંડ વેગ સાથે ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં ધસી આવતાં નેપાળના રસુવા જિલ્લા સહિતના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (USGS) મુજબ, શરૂઆતમાં તેને ભૂકંપ માનવામાં આવ્યો હતો, પરંતુ તે વિશાળ ભૂસ્ખલનના કારણે ઉત્પન્ન થયેલા કંપનો હતા. ગુરુવારે આવેલો 5.1 ની તીવ્રતાનો ભૂકંપ એક અલગ ઘટના છે.


આ પૂર એટલું અચાનક આવ્યું હતું કે લોકોને સંભાળવાનો કે સુરક્ષિત સ્થળે ખસવાનો સમય જ મળ્યો ન હતો. જોતજોતામાં અનેક ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમજ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ હોનારતમાં અત્યાર સુધીમાં નેપાળમાં 1252 અને તિબેટમાં 21 મળીને એકંદરે 1273 લોકોના મોત નીપજ્યા છે.


​​​​​​​હાલમાં પણ બંને દેશોમાં 4700 થી વધુ લોકો લાપતા છે, જેમાં નેપાળના 4216 અને તિબેટના 541 લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય 30 થી વધુ દેશોના 600 જેટલા વિદેશી નાગરિકો પણ લાપતા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો અને આશરે 75 અમેરિકી નાગરિકોનો સમાવેશ થાય છે. કાઠમંડુ ખાતે સ્વજનો હોસ્પિટલો અને શબઘરોમાં પોતાના ગુમ થયેલા પરિજનોની શોધખોળ કરી રહ્યા છે. સેના અને આપદા વ્યવસ્થાપન ટીમો દ્વારા હજુ પણ દુર્ગમ વિસ્તારોમાં વ્યાપક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application