BREAKING NEWS

આજે અને કાલે રાજકોટ મનપા રૂ.500માં ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરશે, જાણો ક્યાં સ્થળોએથી મેળવી શકાશે

  • September 11, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે રાજકોટ શહેરમાં માટીના ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સૌપ્રથમ વખત આયોજિત આ પર્યાવરણમૈત્રી અભિયાનને નાગરિકો, સામાજિક સંસ્થાઓ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી ૨૫૦થી વધુ શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

આ અભિયાન અંતર્ગત કુલ ૧૦,૦૦૦ માટીની ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવની ઉજવણી થાય અને ગણેશજીની મૂર્તિના વિસર્જનથી જળપ્રદૂષણ ન થાય તે હેતુથી આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે.


ઓનલાઈન નોંધણી કરાવનાર નાગરિકોને શુક્રવાર, તા. ૧૧ અને શનિવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧થી બપોરે ૨ કલાક સુધી તથા બપોરે ૩થી સાંજે ૬ કલાક સુધી ફાળવવામાં આવેલા નિર્ધારિત કેન્દ્ર પરથી માટીની ગણપતિજીની મૂર્તિ આપવામાં આવશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતી વખતે મળેલી પહોંચ સાથે લાવવી ફરજિયાત રહેશે. દરેક નાગરિકે પોતાની પહોંચમાં દર્શાવેલા નિર્ધારિત કેન્દ્ર પરથી જ મૂર્તિ મેળવવાની રહેશે.

આ ઉપરાંત, જે નાગરિકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ પણ શહેરમાં નિયુક્ત કરવામાં આવેલા ૧૬ કેન્દ્રો ખાતેથી નહીં નફો, નહીં નુકશાનના ધોરણે રૂ. ૫૦૦માં ગણપતિજીની માટીની મૂર્તિ મેળવી શકશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ.હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી. મહેતા, પ્રમુખ અવધેશભાઈ કાનગડ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અજયભાઈ પટેલ, મહામંત્રી ઉર્વેશભાઈ પટેલ તથા ભાવેશભાઈ વેકરિયા, પરિમલભાઈ પરડવાના માર્ગદર્શન હેઠળ મંડળના આગેવાનો, ઝોન પ્રમુખો, કારોબારી સભ્યો તથા સભ્ય શાળાઓ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.


શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૬ વિતરણ કેન્દ્રો

1. મહાત્મા ગાંધી સ્કૂલ – નાના મવા મેઇન રોડ

2. ન્યુ એરા સ્કૂલ – સોજીત્રાનગર મેઇન રોડ

3. શુભમ ગ્લોબલ સ્કૂલ – અનંતીકા પાર્ક

4. ભૂષણ સ્કૂલ – કુવાડવા રોડ

5. સેટેલાઇટ સ્કૂલ – મોરબી રોડ

6. ગોલ્ડન ઓક સ્કૂલ – સ્વાતી પાર્ક

7. ઉદયમ સ્કૂલ – પુનીતનગર

8. સર્વોદય સ્કૂલ – પીડીએમ કેમ્પસ

9. જિનિયસ સ્કૂલ – કાલાવડ રોડ અને ન્યુ રીંગ રોડ

10. પુષ્પાર્થ સ્કૂલ – ગાંધીગ્રામ

11. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ – દેવનગર

12. પી.વી. મોદી સ્કૂલ – ઈન્દ્રપ્રસ્થનગર

13. રોજરી સ્કૂલ – રૈયા રોડ

14. તપોવન – પુનીતનગર

15. આત્મિય કોલેજ – કાલાવડ રોડ

16. શહેરના અન્ય નિયુક્ત વિસ્તારમાં આવેલ વિતરણ કેન્દ્ર





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News