BREAKING NEWS

જૂનાગઢ ઘોડાસરા કોલેજની એનસીસી કેડેટસ દ્વારા વૃક્ષારોપણ

  • August 27, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


    જુનાગઢ એમએમ ઘોડાસરા કોલેજની એનસીસી કેડીટસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો.
    પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી કોલેજના આચાર્ય ડો દિનેશભાઈ ડઢાણીયા તથા એનસીપી ક્રેડિટ દ્વારા વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ભાવિ પેઢી માટે સ્વચ્છ અને હરિયાળુ પર્યાવરણ નિર્માણ કરવા સંદેશ. સમગ્ર કાર્યક્રમ એનસીસી કેર ટેકર ઓફિસર ડોક્ટર પ્રતીક્ષા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અને વિદ્યાર્થીનીઓ એ પ્રકૃતિ સંરક્ષણની અને પર્યાવરણ જાગૃતિ અંગે સંકલ્પ કર્યો હતો.
    પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના આયોજન બદલ પટેલ કેળવણી મંડળના કોલેજ કમિટી ઈન્ચાર્જ રતિલાલ ભુવા, મેનેજ ઇન્ડસ્ટ્રી કાંતિભાઈ ફળદુ અને સંસ્થા પ્રમુખ શિરીષભાઈ સાપરિયા દ્વારા અભિનંદન આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application