અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સાત ટકાના આર્થિક વિકાસદર અને પ્રમાણમાં નીચા વ્યાજદરની પ્રશંસા કરીને અમેરિકાની ફેડરલ રિઝર્વ સામે ફરી આકરા પ્રહારો કયર્િ છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકામાં પણ ભારતની જેમ નીચા વ્યાજદરની નીતિ અપ્નાવવામાં આવે તો દેશનો આર્થિક વિકાસદર 15થી 20 ટકા સુધી પહોંચી શકે છે. તેમણે અમેરિકાની મધ્યસ્થ બેંક રાજકીય રીતે વર્તતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
એશિયાના પ્રવાસેથી પરત ફયર્િ પછી ટ્રમ્પે આપેલા નિવેદનમાં ભારતના અર્થતંત્રનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતનો વિકાસદર સાત ટકા છે અને ત્યાં વ્યાજદર પણ ઓછા છે. તેની સરખામણીએ અમેરિકામાં સારા આર્થિક આંકડા આવે ત્યારે પણ ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડવાને બદલે ઊંચા રાખે છે. ટ્રમ્પ્ના મતે આ નીતિ અમેરિકાના આર્થિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે.
ટ્રમ્પે અમેરિકાની ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ એલન ગ્રીનસ્પેનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગ્રીનસ્પેનના સમયમાં સારા આર્થિક આંકડા આવતા ત્યારે વ્યાજદર ઘટાડીને અર્થતંત્રને વધુ વેગ આપવામાં આવતો હતો. વર્તમાન ફેડ તેનાથી વિપરીત નીતિ અપ્નાવી રહી છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે વ્યાજદર ઓછા થાય અને આર્થિક વિકાસ ઝડપથી વધે તો અમેરિકાનું જંગી દેવું પણ ઝડપથી ચૂકવી શકાય.
જોકે ટ્રમ્પ્નો 15થી 20 ટકાના વિકાસદરનો દાવો આર્થિક નિષ્ણાતોની સ્વીકૃત આગાહી નથી. ભારત અને અમેરિકાના અર્થતંત્રનું કદ, વિકાસની અવસ્થા, વસ્તીનું માળખું અને મૂડીરોકાણની સ્થિતિ અલગ છે. વિકસિત અર્થતંત્રમાં સતત આટલો ઊંચો વિકાસદર હાંસલ કરવો અત્યંત મુશ્કેલ ગણાય છે. ઉપરાંત વ્યાજદર ઘટાડવાથી વિકાસને વેગ મળી શકે છે, પરંતુ ફુગાવો ફરી વધવાનું જોખમ પણ રહે છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વનો મુખ્ય ઉદ્દેશ ભાવસ્થિરતા જાળવવાનો અને રોજગારીને ટેકો આપવાનો છે. વ્યાજદર અંગેના તેના નિર્ણયો ફુગાવો, રોજગારી અને આર્થિક પ્રવૃત્તિના આંકડા ઉપર આધારિત હોય છે. ટ્રમ્પ્ની માંગ પ્રમાણે
ફેડ રેટ ઘટાડવાવ્યાજદર ઝડપથી ઘટાડવામાં આવે તો ડોલર, અમેરિકાના બોન્ડ બજાર અને વૈશ્વિક મૂડીપ્રવાહ ઉપર પણ અસર થઈ શકે છે.
ભારત માટે આ ચચર્નિું વિશેષ મહત્વ છે. અમેરિકાના વ્યાજદર ઘટે તો ભારતીય શેરબજાર, રૂપિયો અને સોના-ચાંદીના ભાવ ઉપર તેની અસર પડી શકે છે. જોકે ફેડ ટ્રમ્પ્ની માંગ સ્વીકારશે કે નહીં તે આગામી આર્થિક આંકડા અને ફેડના નિર્ણયોથી જ સ્પષ્ટ થશે.