BREAKING NEWS

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયો માટેની નવનિર્મિત ગમાણનું લોકાર્પણ

  • September 10, 2026 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીની નામાંકિત સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ દરમિયાન અનેક નાની મોટી સેવાકીય પ્રવૃતિ કરતી હોય છે અને આવીજ સરહનિય સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે કુંભારવાડા ભુલકા ગરબી ગ્રાઉન્ડમાં જીવ દયાના પ્રેમને સાકાર કરવા માટે જાહેર જગ્યામાં ગાયોને ચારો ખાવા માટે ગમાણ બનાવવામાં આવેલ અને આ ગાયો માટેની નવનિર્મિત ગમાણનું લોકાર્પણ શ્રી સ્વામિનારાયણ મંદિરના પ.પુ. સ્વામીશ્રી મોહન પ્રસાદ દાસજી, શ્રી ભક્તિ સ્વામી, શ્રી બાલકૃષ્ણ સ્વામી તેમજ સનાતન ધામના મહંતશ્રી ભીખુબાપુ નાનકના વરદ હસ્તે કરવામાં આવેલ. તેમજ RSS ના ચંદુભાઈ ચોવટીયા ઉપસ્થિત રહેલ આ ગાયો માટેની નવ નવનિર્મિત ગમાણના લોકાર્પણના કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજુભાઈ બાલધા તેમજ એ.વી. બાલધા, જયંતીભાઈ (જવાન) બાલધા, ગૌરાંગ બાલધા, સુધરાઈ સભ્યશ્રી જયંતીભાઈ બાલધા, જયદીપ વાગડીયા, રમણીકભાઈ બાલધા, રાકેશ જાગાણી, તુપેશ બાલધા, બાબુભાઈ વેકરીયા, વિપુલ બાલધા, સમીર બાલધા, વિકાસ વેકરીયા, રાજ બાલધા, નીરવ ઘાડીયા, ભાસ્કર બાલધા, વિજય બાલધા, જસ્મીન ઠુંમર, પિયુષ બાલધા, અશોકભાઈ વાગડીયા, હરિભાઈ કાછડીયા, દિપક બાલધા, કેયુર કોટડીયા, સુરેશ બાબુ કાછડીયા વિગેરે નાના મોટા તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application