ઈરાનમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. દેશભરમાં જેન-ઝી પ્રદર્શનકારીઓએ ઈરાનના નેતૃત્વ સામે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બનાવ્યા છે, જેના કારણે છેલ્લા બે અઠવાડિયામાં સૌથી હિંસક પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે રાત્રે પ્રદર્શનકારીઓ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા. તેહરાનની માત્ર છ હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા.વધતી જતી અશાંતિના જવાબમાં, સરકારે દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી.
શરૂઆતમાં, વિરોધ પ્રદર્શનો ફુગાવા, બેરોજગારી અને ચલણના ઘટાડા સામે હતા. જોકે, તે ધીમે ધીમે સરકાર અને ધાર્મિક નેતૃત્વ સામે સીધા વિરોધ પ્રદર્શનોમાં પરિવર્તિત થયા. હવે, આ આંદોલન ફક્ત તેહરાન પૂરતું મર્યાદિત નથી. તેહરાનના એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજધાની તેહરાનની માત્ર છ હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મૃત્યુ થયાના અહેવાલ છે, જેમાંથી મોટાભાગના ગોળીબારમાં ઘાયલ થયા હતા.
રાજધાની તેહરાન ઉપરાંત, મશહદ, કોમ, ઇસ્ફહાન, મશરીયેહ, કાઝવિન, બુશેહર અને વાજદમાં પણ હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ શેરીઓમાં આગ પણ લગાવી છે. આ જ કારણ છે કે વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે આજે પણ સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ બંધ છે.
વિરોધ પ્રદર્શન શરૂ થયાને ૧૪ દિવસથી વધુ સમય વીતી ગયો છે. ૫૦૦,૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો છે. દેશભરમાં અંદાજે ૪૦૦ સ્થળોએ પ્રદર્શનો થઈ રહ્યા છે. એકલા તેહરાનમાં, વિરોધ પ્રદર્શન દરમિયાન અથડામણમાં ૨૧૭ લોકો માર્યા ગયા છે. ૧૪ સૈન્ય કર્મચારીઓ પણ માર્યા ગયા છે. પોલીસે અત્યાર સુધીમાં ૨,૩૦૦ લોકોની અટકાયત પણ કરી છે.
બળવાની આગ ઈરાનના ૨૦ પ્રાંતોમાં ફેલાઈ ગઈ છે. ૧૧૦ થી વધુ શહેરોમાં મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યા છે. તોડફોડના અનેક કિસ્સાઓ પણ નોંધાયા છે, જેમાં એક હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે, પ્રદર્શનકારીઓએ બાસીજ આઈઆરજીસી કેમ્પ પર હુમલો કર્યો. આ ઉપરાંત, તેમણે તેહરાનમાં ૨૬ બેંકો પણ લૂંટી લીધી છે. ૨૫ મસ્જિદોમાં આગ લગાવવામાં આવી હતી અને ૧૦ સરકારી ઇમારતો રાખ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં ૨૪ એપાર્ટમેન્ટને નુકસાન થયું છે. ૪૮ ફાયર ટ્રક સળગાવી દેવામાં આવી હતી અને ૪૨ બસોને આગ લગાવી દેવામાં આવી હતી. કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી હતી. ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.
તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીએ કહ્યું કે ઈરાની રાજધાનીમાં થયેલા મોટા પાયે રમખાણોથી શહેરના માળખાગત સુવિધાઓને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમણે ઈરાની રાજ્ય ટીવી પર કહ્યું, એક હોસ્પિટલને નુકસાન થયું, બે તબીબી કેન્દ્રો અને 26 બેંકો લૂંટાઈ ગઈ, 25 મસ્જિદોને આગ લગાવી દેવામાં આવી, પોલીસ ચોકીઓ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મિલિશિયા]બાસીજના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો. ઝકાનીએ વધુમાં કહ્યું કે રાજધાનીમાં થયેલા નુકસાનને સુધારવા માટે ઈમરજન્સી ટીમો કામ કરી રહી છે. તેમના મતે, તોફાનીઓએ 10 સરકારી ઇમારતો, 48 ફાયર ટ્રક, 42 બસો અને એમ્બ્યુલન્સ તેમજ 24 એપાર્ટમેન્ટને નુકસાન પહોંચાડ્યું.
29 ડિસેમ્બર, 2025 ના રોજ, ઈરાની રિયાલના મૂલ્યમાં તીવ્ર ઘટાડા સામે વેપારીઓએ મધ્ય તેહરાનમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અહેવાલ મુજબ વિરોધ કરી રહેલા વેપારીઓ તેમના સાથી વેપારીઓને તેમની દુકાનો બંધ કરીને વિરોધમાં જોડાવા માટે વિનંતી કરી રહ્યા હતા. 30 ડિસેમ્બરે, તેહરાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ અશાંતિમાં જોડાયા. 2 જાન્યુઆરીના રોજ, મેહરે અહેવાલ આપ્યો કે ઇલમ પ્રાંતના રસ્તાઓ પર બંદૂકોથી સજ્જ અજાણ્યા માસ્ક પહેરેલા માણસો જોવા મળ્યા હતા. તાજેતરના દિવસોમાં, વિરોધીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે અથડામણો તીવ્ર બની છે.
પ્રદર્શનકારીઓને માર્યા તો અમે એવી જગ્યાએ હુમલો કરીશું, જ્યાં સૌથી વધુ નુકસાન થશે: ટ્રમ્પ
ઈરાનમાં વધી રહેલા બળવા વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાનમાં પ્રદર્શનકારીઓ માર્યા જશે, તો યુએસ સીધો હસ્તક્ષેપ કરશે અને જ્યાં સૌથી વધુ નુકસાન થશે ત્યાં હુમલો કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુએસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું, ઈરાન ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે. મને લાગે છે કે લોકો શહેરો પર એવી રીતે કબજો કરી રહ્યા છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. ટ્રમ્પે કહ્યું, અમે પહેલાથી જ ખૂબ સ્પષ્ટ ચેતવણી આપી છે. જો તેઓ ભૂતકાળની જેમ લોકોને મારવાનું શરૂ કરશે, તો અમે તેમાં સામેલ થઈશું. અમે એવી જગ્યાએ હુમલો કરીશું, જ્યાં સૌથી વધુ નુકસાન થશે.
.