BREAKING NEWS

ડીલના આક્ષેપો બાદ ટ્રોલર્સ પર ભડકયા વાંગચુક ધિક્કાર છે આવી હીન માનસિકતા ધરાવનારા પર

  • July 25, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનશન તોડતા જ સોનમ વાંગચુક પર સરકાર સાથે 'ડીલ' કે સમાધાન કરી લેવાના ગંભીર આરોપો લાગવા માંડા છે.
આ આક્ષેપોથી અત્યતં દુ:ખી અને નારાજ થયેલા સોનમ વાંગચુકે એક વિડીયો સંદેશ જાહેર કરીને વિરોધીઓ અને સવાલ ઉઠાવનારાઓને સણસણતો જવાબ આપ્યો છે. જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સતત ૨૬ દિવસ સુધી ચાલેલી પોતાની ભૂખ હડતાળ ગુવારની રાત્રે સમા કરી દીધી છે. નીટ પેપર લીક વિરોધ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ શ થયેલા આ ઉપવાસ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાય મંત્રી જીતેન્દ્ર સિંહની હાજરીમાં પારણાં કરીને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરેલા ૨૨ મિનિટના વીડિયોમાં સોનમ વાંગચુકે પોતાનો ગુસ્સો અને દુ:ખ વ્યકત કરતા જણાવ્યું હતું કે, મારા પોતાના ભાઈ–બહેનો અને વિધાર્થીઓના હિત માટે મેં સતત ૨૬ દિવસ સુધી ભૂખ્યા રહીને અન્નનો ત્યાગ કર્યેા. લદ્દાખની કાતિલ ઠંડીમાંથી નીકળીને દિલ્હીની અસહ્ય ગરમીમાં આંદોલન કયુ.
તેમણે ઉમેયુ કે આ ૨૬ દિવસના અનશન દરમિયાન તેમનું ૧૧ કિલો વજન ઘટી ગયું છે, સ્નાયુઓ નબળા પડી ગયા છે અને શરીરના અંગો તથા મગજ પર ગંભીર અસર પહોંચી છે.
૨૬ દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી, જેમાં માં ૧૧ કિલો શરીર ઓગળી ગયું, શું હવે મારે કોઈની પાસેથી ચારિય પ્રમાણપત્ર લેવું પડશે કે માં અનશન કેટલું પવિત્ર હતું? જો મારે કોઈ ડીલ જ કરવી હોત તો હત્પં એસી મમાં બેસીને ન કરી લેત? આટલી ગરમીમાં ભૂખ્યા રહેવાની શું જર હતી? આવી હીન માનસિકતા ધરાવતા લોકો પર ધિક્કાર છે!  સોનમ વાંગચુક
તબિયત લથડતાં સોનમ વાંગચુકને પહેલા સફદરજગં હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના આદેશથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અનશન તોડવા પાછળના કારણો સ્પષ્ટ્ર કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષોના ૬૫ જેટલા સાંસદોએ તેમને પત્ર લખીને કે બ મળીને અનશન સમા કરવા વિનંતી કરી હતી. દેશમાં કોઈ સંભવિત હિંસા ન ભડકે તે માટે અને લાંબી વાટાઘાટો બાદ કેટલીક શરતોને આધીન લેહ–લદ્દાખની સર્વેાચ્ચ સમિતિના વરિ નેતાઓની હાજરીમાં આ અનશન તોડવાનો નિર્ણય લેવાયો હતો.
તમામ શારીરિક યાતનાઓ ભોગવ્યા બાદ પણ યારે ચારિય પર સવાલો ઊભા કરવામાં આવે છે ત્યારે દિલ તૂટી જાય છે તેવો વસવસો તેમણે વ્યકત કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application