ભારતને બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદી મળ્યાના ૮૦ વર્ષ પછી પણ રાજકોટ શહેરને પાણીકાપમાંથી આઝાદી મળી નથી. પાણીકાપ ભૂતકાળ બની ગયાની વાતો વચ્ચે હાલ ભરચોમાસે પરમ પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે તા.૧૭ ઓગસ્ટના રોજ ઉપલાકાંઠાના વોર્ડ નં.૪ની ૩૦૦થી વધુ સોસાયટીઓમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.
વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી વર્તુળોના જણાવ્યા મુજબ બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન તરફની ૬૦૦ મી.મી. રાઈઝીંગ મેઈન લાઈનમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોર્ડ નં.૪ આધારીત વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી વિતરણની ફરીયાદોને ધ્યાને લઈને મેઈન લાઈનમાં ૩૦૦ મી.મી. ડાયામીટરનું જોડાણ લેવાનુ હોવાથી તા.૧૭.૮.૨૦૨૬ને સોમવારનાં રોજ એક દિવસ શટડાઉન રાખવામાં આવેલ છે આથી બેડી ફિલ્ટર પ્લાન્ટ હેડવર્કસ તથા ગ્રીનલેન્ડ હેડવર્કસને લાગુ ૩૦૦થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં.૪માં નીચે મુજબના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા ઇજનેરી વર્તુળોએ જણાવ્યું છે.
વોર્ડ નં.૪ના બેડી હેડ વર્કસ હેઠળના વેલનાથ પરા, સાગર પાર્ક, સાંઇપાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેન્સી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, આર ડી રેસીડેન્સી, સિધ્ધિ વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવન્યૂ, સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર, આનંદ એવન્યૂ, સેટેલાઇટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાટીકા, આસ્થા વેન્ટિલા, ઇન્દ્રપ્રસ્થ-૧ તથા૨, વૈદિક વિહાર, બ્રમ્હાણી પાર્ક ૧ તથા ૨, રામ પાર્ક, રાજ રેસીડેન્સી, ઠાકોર દ્વાર-૧ તથા ૨, જય ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી,વ્રજભુમી રેસીડેન્સી, શ્રી રેસીડેન્સી, રિયાન રેસીડેન્સી, રાજમોતી રેસીડેન્સી, શક્તિ પાર્ક, પુષ્કરધામ રેસીડેન્સી, જયસન પાર્ક , રોયલ રેસીડેન્સી, સંગીતા પાર્ક, ૫૪ વારીયા, જય જવાન જય કિશાન સોસાયટી, ઉત્સવ પાર્ક, ધારા એવન્યૂ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશનગર, સુખ સાગર પાર્ક, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસીડેન્સી, કલ્પતરુ,શિવ ધારા સી,સ્વસ્તિક વિલા ,સિલ્વર પાર્ક,સદગુરુ પાર્ક,ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી,વિનાયક ફ્લેટ,૨૫ વરીયા એકતા સોસાયટી,બદરી પાર્ક, શિવમ પાર્ક, રામ પાર્ક ,અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક.પરસોતમ પાર્ક.ભગવતી પરા,ગાંધી સ્મૃતિ,નંદન વન,શાંતિનગર,શિવમ પાર્ક ૩,નુર રેસિડેન્સી,એ.જી.પાર્ક,શિવમ પાર્ક,બુરહાની પાર્ક,કેશવ પાર્ક, સુખસાગર, અંબિકા પાર્ક, ખોડલ પાર્ક ડી, મકવાણા સોસાયટી, નકલંક પાર્ક, ગોપાલ રેસિડેન્સી, સિલ્વર પાર્ક,નંદ નગર,આરાધના પાર્ક, સોમનાથ વિલા,કલ્પતરુ,જાનલ પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણી નહીં મળે.
જ્યારે ગ્રીનલેન્ડ હેડ વર્કસ હેઠળના મીરા પાર્ક ૧, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા ૧-૨-૩, ડી માર્ટ, વિઝન સ્કુલ, શાંતિ સદન કોમ્પ્લેક્ષ્, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક ૧, વૃંદાવન પાર્ક ૨, વૃંદાવન પાર્ક ૩, નરશી મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેનસી, તુલસીપાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક ૧ તથા ૨(૫૦ ફુટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ ૧ તથા ૨(કુવાડવા રોડ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા,ભોલેનાથ રેસીડેનસી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર,શિવ રંજની, અંબિકા પાર્ક,રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી,તીર્થ ,રોહિદાસ પરા,શાનદાર રેસીડેનસી ૧ તથા ૨,હરિદર્શન , શ્રી બંગલો,લોકમાન્ય તિલક આવાસ,આર્ય કૃતિ,ખોડીયાર પાર્ક,રઘુવીર પાર્ક ,સતનામ પાર્ક,સત્યમ પાર્ક,પંચરત્ન,જમના પાર્ક , રામાણી પાર્ક,ગંગા પાર્ક,સુખ દેવ પાર્ક,જલારામ પાર્ક,અક્ષર પાર્ક,આર કે ડ્રીમલેન્ડ ૧તથા ૨,વાલ્મીકી પાર્ક,શિવમ પાર્ક,હરસિધ્ધિ પાર્ક,તિરુપતિ પાર્ક ,બાલાજી પાર્ક,ગણેશ પાર્ક ૧તથા૨,સરદાર પટેલ પાર્ક,અમૃત પાર્ક,શ્રી પાર્ક ,ગાંધી વસાહત,ચામડિયા પરા,ગણેશ નગર,લાતી પ્લોટ,ગાયત્રી ધામ,શિવાજી પાર્ક,શિવાજી પાર્ક મફતિયાપરા,ભરવાડ વાસ,શિવાલય પાર્ક,સાહેબ પાર્ક,ખોડલ ધામ સોસાયટી ,ખોડલ રાજ રીયલ હોમ,રાધે રેસિડન્સી,નોવા,નક્ષત્ર ,ખોડલ,શિવમ પાર્ક ૧ અને ૨ ,ખોડલ પાર્ક,ઓસ્કાર સિટી, દેવલોક પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણ બંધ રહેશે.