BREAKING NEWS

આપાગીગા ઓટલાના નરેન્દ્ર બાપુએ યુવક લાકડી ફટકારી તો યુવકે ફડાકા ઝીંકી પછાડી દીધા, અંતે યુવાને પગે લાગી માફી માગી

  • October 27, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર આનંદ બંગલા ચોક પાસે ગઈકાલ સમી સાંજના આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકી અને અજાણ્યા યુવાન વચ્ચે સરાજાહેર મારામારીનો બનાવ બન્યો હતો. જે ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે. પ્રાથમિક તબક્કે જાણવા મળેલી વિગતો મુજબ, થુંકવા જેવી બાબતે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા બાઈકચાલક યુવાનને લાકડી વડે મારમાર્યો હતો. સોલંકી અને તેના સાથીઓ દ્વારા માર મરાતાં યુવાને નરેન્દ્ર સોલંકીને ફડાકા દીન્ક્યા હતા અને બાપુને જમોન પર પછાડી દીધા હતા. ઘટનાના પગલે વીડિયોના આધારે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ આ મામલે કોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો અત્યંત વાઈરલ થવાના પગલે અંતે સમાધાન માટે પ્રયાસો હાથ ધરાયા હતા અને માફામાફી દ્વારા મામલાની પતાવટ કરાઈ હતી.


પ્રાપ્ત વિગતો મુજબ મવડી નજીક રહેતા અને કુવાડવા રોડ પર ચોટીલા પાસે આપાગીગાના ઓટલા તરીકેનો આશ્રમ ચલાવનાર નરેન્દ્રભાઈ સોલંકી ગઈકાલે તેમનું મોપેડ લઈને જતા હતા દરમિયાન આનંદ બંગલા ચોક પાસે થૂંકવા બાબતે બાઈક ચાલક સાથે બોલાચાલી થઈ હતી અને બાદમાં વાત વધુ વણસી હતી. નરેન્દ્રભાઈએ આ અજાણ્યા યુવકને લાકડી વડે મારમાર્યો હતો તેમજ તેની સાથે રહેલા શખસને પણ લાકડીથી ફટકારવા કહ્યું હતું. તેવું વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. તો સામાપક્ષે આ બાઈક ચાલક યુવાને પણ નરેન્દ્રભાઈને ફડાકા મારીને પછાડી દીધા હતા જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ગઈકાલે ભારે વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયામાં જાતજાતની ચર્ચાઓ શરુ થઇ હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ચાલુ વાહને થુંકવા જેવી બાબતે નરેન્દ્રભાઈ સોલંકી અને બાઇક ચાલક વચ્ચે બોલાચાલી અને બાદમાં આ મારામારી થઈ હતી. ઘટનાને લઇ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર પણ થઈ ગયા હતા. જેથી સ્થિતિ વધુ તંગ બની હતી.


સમગ્ર બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.એમ.કૈલાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, ગઈકાલે જે વીડિયો વાયરલ થયા છે તે મામલે હજુ સુધી નરેન્દ્રભાઈ સોલંકી તરફથી કે બાઇક ચાલક યુવાન તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ સમગ્ર મામલે બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાને અંતે નરેન્દ્ર બાપુની માફી માગીને વાત પતાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application