BREAKING NEWS

શું LPG સપ્લાયની ચેઇન ફરી ખોરવાશે, ભાવ વધશે? સરકારે કરી સ્પષ્ટતા 

  • June 12, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર યુદ્ધ શરુ થયું છે. આથી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પૂરી રીતે બંધ કરી દીધું છે. એવામાં સામાન્ય જનાતને કાચા તેલની સપ્લાયને લઈને ચિંતા શરુ થઈ ગઈ છે. જોકે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી. પર્યાપ્ત માત્રામાં ભંડાર ઉપલબ્ધ છે. પરંતુ આગામી સમયમાં કાચા તેલ અને પેટ્રોલના ભાવમાં શું ફેરફાર થશે તે અંગેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

યુદ્ધના કારણે અત્યાર સુધી કેટલો ભાવવધારો થયો?

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલા આ ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન દેશમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કુલ 89 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે 1373 રૂપિયાનો મોટો વધારો થયો છે. આ ઉપરાંત, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી મર્યાદિત કરવામાં આવી છે અને હવે તેમને વર્ષના સબસિડીવાળા ૯ સિલિન્ડરના બદલે માત્ર 4 જ સિલિન્ડર મળશે. ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીના ભાવમાં કેવો ફેરફાર થશે તે અંગે પેટ્રોલિયમ મંત્રાલયે હાલ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.


દેશના મુખ્ય શહેરોમાં આજનો ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ

અમદાવાદ:- ૯૪૯.૦૦ રૂપિયા 

મુંબઈ:-૯૪૧.૫૦ રૂપિયા

જયપુર:- ૯૫૨.૫૦ રૂપિયા

કોલકાતા:- ૯૬૮ રૂપિયા

લખનૌ:- ૯૭૬.૫૦ રૂપિયા

હૈદરાબાદ:- ૯૯૪ રૂપિયા

શ્રીનગર:- ૧,૦૫૮ રૂપિયા

લેહ -૧,૧૭૯ રૂપિયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application