BREAKING NEWS

કોટડા સાંગાણીના હડમતાળા જીઆઇડીસી નજીક ગાંજા સાથે શ્રમિકને ઝડપી લેવાયો

  • August 11, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળા જીઆઈડીસીમાં કારખાનાની સામે જાહેરમાં ગાંજો વેંચતા શ્રમિકને સ્થાનિક પોલીસે ઝડપી લઇ .૪૦૭૫૦ નો મુદામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલા શખસની પુછતાછ કરતા ૧૫ દિવસ પહેલાં બિહારથી ગાંજો લઈ આવી છૂટકમાં વેંચાણ કરતો હોવાનું રટણ કયુ હતું.
જાણવા મળતી વિગતો મુજબ, કોટડાસાંગાણી પોલીસ મથકના પીઆઈ એસ.આર.ગોહીલની રાહબરીમાં , ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, રવિરાજસિંહ, દિલીપભાઈ ખાચર, કોન્સ્ટેબલ સિધ્ધાર્થભાઈ શીંગાળા સહિતના સ્ટાફને હડમતાળા જી.આઈ.ડી.સી.માં આવેલ કોસ્મોસ ટેકનોકાસ્ટની કારખાનાની સામે એક શખસ ગાંજાનુ વેચાણ કરે છે તેવી બાતમી મળતાં ટીમે દરોડો પાડી તે શખસને કોર્ડન કરી તેનું નામ પૂછતા પોતાનુ નામ રીતેશકુમાર મહાબિર મંડલ (ઉ.વ.૩૦, રહે. હાલ હડમતાળા જી.આઈ.ડી.સી,કોસ્મોસ ટેકનોકાસ્ટની કારખાનાની ઓરડીમા મ નં.૧૭, મુળ રહે.સોનુડીહ સૈનો ભાગલપુર, બિહાર) હોવાનુ જણાવ્યું હતું.
પકડાયેલ શખસની તલાસી લેતાં તેના હાથમાં રહેલ એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતાં પોલીસે ૭૭૫ ગ્રામ . ૩૮૭૫૦ નો ગાંજો સહિત .૪૦,૭૫૦ નો મુદામાલ કબજે કરી તેની પુછતાછ હાથ ધરી હતી. ગાંજા સાથે ઝડપાયેલા શખસે જણાવ્યું હતું કે, તે ૧૫ દિવસ પહેલાં બિહારના બાંકા જિલ્લાના હરનો ગામથી અજાણ્યા શખસ પાસેથી ગાંજો લઈ ટ્રેન મારફતે રાજકોટથી કોટડાસાંગાણી પહોંચ્યો હતો અને અહીં તે શ્રમિકોને છૂટકમાં ગાંજો વેચાણ કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application