BREAKING NEWS

થાનગઢમાં બાઈક અથડાવવા મુદ્દે યુવકને પાઇપથી મારમાર્યો

  • May 23, 2026 06:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થાનગઢમાં જય અંબે સોસાયટીમાં રહેતો નરેશ ઓધવજીભાઈ (ઉં.વ.24)નો યુવક તા.20/5ના સાંજના સાડા સાત વાગ્યે ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે હતો ત્યારે ચંદુ પિન્ટુ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી પાઇપ વડે માર મારતા માથે શરીરે ઈજા થતાં થાનગઢ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો છે. નરેશના કહેવા મુજબ પોતે સિરામિક કંપનીમાં પેકેજીંગનું કરે છે. બાઈક પર મારાં ભાભીને મુકવા માટે ગયો હતો જે બાદ બાઈક લઈ ઉભો હતો ત્યાં લલ્લુએ તેનું બાઈક મારી સાથે ભટકાડ્યું હતું. મેં ધ્યાનથી બાઈક ચલાવવાનું કહેતા ત્યારે બોલાચાલી થઇ હતી એ વાતનો ખાર રાખી અન્યો શખ્સો સાથે મળી માર માર્યો હતો. વધુ તપાસ થાનગઢ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application