BREAKING NEWS

મેં મારી ઘરવાળીને મારી નાખી...કેશોદમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી, પછી યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો, કેશોની ચોંકાવનારી ઘટના

  • August 20, 2026 08:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લાના કેશોદની સુમન સોસાયટીમાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે. 4 વર્ષના લગ્નજીવનમાં સતત ચાલતા ઘરકંકાસથી કંટાળીને અર્બન હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ બેઝ પર લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય ગિરીશ બાલસે નામના યુવકે પોતાની પત્ની વિજ્યાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કર્યા બાદ ગિરીશે વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કેશોદ ફાટક નજીકથી રેલવે ટ્રેક પરથી યુવકનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકની ઓળખ કરી તેનો મોબાઈલ ફોન તપાસ્યો હતો. અનલોક કરેલા ફોનમાંથી ગિરીશનો એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં તેણે પોતે જ પત્નીની ગળું દબાવીને હત્યા કરી હોવાની અને પોતે આપઘાત કરવા જઈ રહ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. ઉપરાંત, તેણે આ અંગેનું વિગતવાર સ્ટેટસ પોતાના વોટ્સએપમાં પણ મૂક્યું હતું.

વીડિયો અને સ્ટેટસના આધારે પોલીસે તાત્કાલિક સુમન સોસાયટી સ્થિત ગિરીશના ભાડાના મકાને દરોડો પાડ્યો હતો. ઘરને બહારથી તાળું મારેલું હોવાથી પરિવારજનો અને સ્થાનિક પંચોની હાજરીમાં દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. મકાનમાંથી પત્ની વિજ્યાની લાશ મળી આવી હતી, જેના ગળાના ભાગે ઈજાના નિશાન હતા. પોલીસે પ્રાથમિક પંચનામું કરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાત કરતા પહેલા ગિરીશે વીડિયો બનાવ્યો તેમાં શુ બોલે છે?


હું ગિરીશ બાલસ,

મેં મારી ઘરવાળીને મારી નાખી છે. આમ તો મારી નાખી ન કહેવાય, મેં એનો વધ કર્યો. કેટલા દિવસ... છ મહિના થયા, વર્ષ દિવસ રિસામણે રહી. અમે લઈ આવ્યા એને છ મહિના થયા. છ મહિનાથી અહીં કેશોદ અલગ રહ્યો. એના જ મનનું ધાર્યું કરતી હતી. છ મહિનાથી હું મરી મરીને જીવું છું. આવી જિંદગી કરતા તો મરી જવું સારું.

મારે એને મારવાનો કોઈ ઈરાદો નહોતો. મારે એનો જીવ લેવાનો કોઈ હક નથી. મેં એને કહ્યું હતું કે, જો આવું ને આવું રહ્યું તો હું મરી જઈશ. તો કહ્યું મરી જા વાંધો નહીં. તારા ઘરનાને કહીં દેજે મને મારું કરિયાણું અને મારું બધુ પૂરું કરે આખી જિંદગી. હું શું કરું? છેલ્લે મેં આવો નિર્ણય કર્યો કે હવે એનો વધ કરી હું પણ જતો રહું.

અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ મારી નાખી છે અને થોડીવારમાં ટ્રેન આવેલ એટલે હું મરી જવાનો છું. મેં મારી પત્નીને મારી એની તમામ જવાબદારી હું લઉં છું. એમાં બીજા કોઈનો હાથ નથી. ના કોઈએ મને ઉશ્કેર્યો નથી. બસ એનો એટલો અત્યાચાર વધી ગયો હતો. એના અત્યાચારના વીડિયો-ફોટો મારી પાસે એક એક વસ્તુનું બધુ જ પ્રૂફ છે.

મેં એને બધી જ છૂટ આપી હતી. તારે છૂટું થવું છે હોય તો છૂટી થઈ જા. તારે બીજે જોબ કરવા જવું હોય તો જોબ કરવા જા. આપણે બે સાથે જ જીવીએ. મારે તને હેરાન કરવો છે કેમ કે, તે મારી જોબ મુકાવી છે એટલે હવે મારે જોબ નથી કરવી. મારે અહીં રહી તને હેરાન કરવો છે. મારું પૂરૂ તો તારા બાપે પણ કરવું પડશે.

હું પોલીસ સ્ટેશન પણ ગયો હતો. મારી સાથે બહુ મારા-મારી કરી છે. મારી બોડીમાં એના બટકા ભરવાના ખબાર નિશાન છે કે માણસ મરી જાય એવા નિશાન છે. એવી રીતે ઉકસાવે કે હું એને મારું. હું ઘરેથી નીકળી જતો હતો. શું કરું કાયદો જ એવો છે. મારો આ વીડિયો દિલ્હી સુધી પહોંચે તો પહોંચાડો. આ કાયદો બદલાવની જરૂર છે.

અત્યારની મહિલાઓ બહુ હોશિયાર થઈ ગઈ છે. કાયદા કાનુન જાણે છે. ઘરવાળાને એવી રીતે દબાવે છે કે નથી શાંતિથી જીવવા દેતી કે નથી રહેવા દેતી. મારે એને કંઈ કહેવું પણ નથી. ભણેલી-ગણેલી હતી. મને એવી રીતે દબાવ્યો. મેન્ટલ ટોર્ચર કર્યો. મને આ વસ્તુ લાવી દે. મારી પર 35થી 40 હજારનું દેવું કરી દીધું. છતાંય મને એટલું ટેન્શન હતું કે હું શું કરું? આટલું તો એ સમજતી જ નહોતી.

એને મારી સાથે કોઈ લગાવ નહોતો. એને તો બસ એનું બધું જ જોઈતું હતું. મને હેરાન કરવો હતો. મને મોઢે કહેતી હતી કે, હું તને હેરાન કરીશ ને કરીશ. એમ પણ કહેતી કે તું પોલીસ સ્ટેશન જા. ગમે ત્યાં જા. મારું કંઈ નહીં થાય. કાલે પણ પોલીસ સ્ટેશનમાં લખાવી આવી હતી બધુ. આવીને સીધું ધમકાવવા લાગી હતી. ચપટી વગાડીને ધમકાવતી હતી કે, હું કહું એમજ થવું જોઇએ.

જો એમ નહીં થાય તો લખાણ તૈયાર જ છે. હું તારી ઉપર એફઆઇઆર કરીશ. તારા ઘરના બધાનું નામ લખીને હેરાન કરીશ અને એટલી મોટી રકમ લઈશ. ત્રણથી ચાર વાર મરવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંકને ક્યાંક હું રોકાઈ ગયો હતો કે ભાઈ હજી થોડુંક નસીબમાં હશે. હજી થોડુંક સારૂં થઈ જશે. છ-છ મહિનાથી કોઈ દિવસ કંઈ સારૂં થતું નહોતું.

આ તમામ જવાબદારી હું લઉં છું. મેં અને મારી નાખી છે. એ પાપ લઈને જીવાય એમ નથી. એનું ગળું દબાવીને મેં હત્યા કરી નાખી છે. હવે હું પણ ટ્રેનમાં કપાઈને મરી જવાનો છું. બસ આટલું જ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application