BREAKING NEWS

જામનગરની પોકસો કોર્ટ દ્વારા આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા

  • June 16, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની પોકસો કોર્ટ દ્વારા આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા

પીડીતાને બે લાખનું વળતર ચુકવવા કરાયો આદેશ

જામનગરની પોકસો કોર્ટ દ્વારા એક આરોપીને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે તેમજ પીડીતાને બે લાખનું વળતર ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. 

આ કામના ફરિયાદીની સગીર વયની પુત્રી ભોગ બનનાર  ઉંમર વર્ષ ૧૧ વર્ષ ૬ માસ વાળી તારીખ ૧૯/ ૬/ ૨૪ ના રોજ ટાઉનશીપ માં આવેલ પોતાની સ્કૂલેથી બપોરના  છૂટીને સાયકલ લઈને ઘરે આવતી હતી ત્યારે આ કામનો આરોપી દિનેશ રામભાઈ વાઘોરા ઉંમર વર્ષ ૨૫ રહેવાસી ગાગવાધાર મોટી ખાવડી જીલ્લો જામનગરવાળા ઘરના બ્લોક નીચે હાઉસ કીપરનું કામ કરતો હોય જેને ભોગ બનનાર સીડીઓ ચડતી હતી ત્યારે તેની પાછળ પાછળ આવેલ અને ભોગ બનનાર પોતાના ઘર પાસે પહોંચતા આ કામના આરોપીએ ભોગ બનનારને એકદમ હાથ પકડી બથમાં ભરી અને અશ્ર્લીલ હરકતો કરી હતી.

સગીરા ડરી જતા તરત ઘરમાં દોડીને જતા પોતાના મમ્મીને ઉપરોક્ત વાત કરેલ હતી બાદ તેણીના પિતાએ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી કલમ ૩૫૪, ૩૫૪ એ તથા પોક્સો કલમ ૮ અને ૧૨ મુજબનો ગુનો નોંધાવ્યો હતો.

ત્યાર બાદ આ કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસ ચાલતા સરકાર તરફથી નવ જેટલા સાક્ષીઓ તેમજ ૪૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરે તેમ જ સરકારી વકીલ ભારતી વાદીની  દલીલ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોકસો  કોર્ટના જજ આર પી. મોગેરાએ આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો કલમ આઠ મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ અને ૧૨ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા ૩૦૦૦ રૂપિયા દંડ અને દંડ ન ફરે તો વધુ છ માસની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા બે લાખ ચૂકવવા તેઓ હુકમ  કરેલ છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application