BREAKING NEWS

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની સંવર્ધન ક્ષેત્રે મહત્વની સિદ્ધિ થકી ઉજવણી: બન્નીના ઘાસિયા મેદાનોમાં ૨૦ કાળિયાર (બ્લેકબક) મુક્ત કરાયા

  • August 22, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની સંવર્ધન ક્ષેત્રે મહત્વની સિદ્ધિ થકી ઉજવણી: બન્નીના ઘાસિયા મેદાનોમાં ૨૦ કાળિયાર (બ્લેકબક) મુક્ત કરાયા

ગુજરાત વન વિભાગ અને વનતારા​​​​​​​એ બન્નીમાં સ્થાનિક તૃણાહારી પ્રાણીઓના પુન:સ્થાપનને આગળ ધપાવ્યું, જે ભારતના સૌથી મહત્વના ઘાસિયા મેદાનવાળા લેન્ડસ્કેપ પૈકીના એકની પાયાની ઇકોલોજીને સુદૃઢ બનાવે છે

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસે, ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના તકનીકી સહયોગથી, કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં ૨૦ કાળિયાર (એન્ટિલોપ સર્વિકાપ્રા) મુક્ત કર્યા છે. સ્થાનિક વન્યજીવોના પુન:સ્થાપન અને આ અનોખા ઘાસિયા મેદાનની ઇકોલોજીકલ લાક્ષણિકતાઓને જાળવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે. 

આ મુક્ત કરાયેલા કાળિયારમાં પાંચ નર અને ૧૫ માદાનો સમાવેશ થતો હતો, જેમને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાત એન્ડ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ વંતારા, જામનગરથી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આ સ્થાનાંતરણ પશુચિકિત્સા પરીક્ષણ, આરોગ્ય સ્ક્રીનીંગ, ક્વોરેન્ટાઇન, ડિઝિસ સર્વેલન્સ, સલામત અને માનવીય પરિવહન તેમજ મુક્તિને આવરી લેતા નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર હાથ ધરાયું હતું.વંતારાએ તમામ જરૂરી શરતો અને જરૂરિયાતોનું પાલન કર્યું હતું.આ પહેલનું મહત્વ માત્ર ૨૦ પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક તૃણાહારી પ્રાણીઓને પુન:સ્થાપિત કરવા એ બન્નીના ઈકોલોજિકલ માળખાના પુન:નિર્માણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનાથીતેનો સ્થાનિક તૃણાહારી સમુદાય મજબૂત બને છે, કુદરતી શિકારી-શિકારના સંબંધોને ટેકો મળે છે અને વધુ અસરકારક ઘાસિયા મેદાનની ઇકોસિસ્ટમની રિકવરીમાં યોગદાન પ્રાપ્ત થાય છે.

બન્નીએ માલધારી સમુદાયો અને વિવિધ સ્થાનિક વન્યજીવોને આશ્રય આપતું એક વિશાળ ઘાસિયા મેદાનનું લેન્ડસ્કેપ છે. કાળિયાર, ચિંકારા, નીલગાય અને વાઈલ્ડ બોર (જંગલી ભૂંડ)સદીઓથી તેના તૃણાહારી પ્રાણી સમૂહનો હિસ્સો રહ્યા છે. કુદરતી નિવાસસ્થાનના (હેબિટાટ) સંવર્ધન અને વૈજ્ઞાનિક ઢબે ઘાસિયા મેદાનના વ્યવસ્થાપન સાથે મળીને, આ રિકવરી અહીંના વિસ્તારની ઇકોલોજીકલ લાક્ષણિકતા અને જૈવવિવિધતાને પુન:સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે.

આ પહેલ ભારતની સ્થાનિક પ્રજાતિઓના પુનરુત્થાન અને તેના ઘાસિયા મેદાનની ઇકોસિસ્ટમના પુન:સ્થાપન પ્રત્યેની વ્યાપક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારપૂર્વક અપનાવવામાં આવેલી સંવર્ધનની દિશા છે. આ રાષ્ટ્રીય વિઝન હેઠળ શરૂ કરાયેલા પ્રોજેક્ટ ચિત્તાએ ઇકોલોજીકલ પુન:સ્થાપન, ઘાસિયા મેદાનોની પુન:પ્રાપ્તિ, શિકાર આધારને મજબૂત બનાવવા, વૈજ્ઞાનિક વન્યજીવ વ્યવસ્થાપન અને સામુદાયિક ભાગીદારીને ભારતીય પ્રજાતિઓની પુન:પ્રાપ્તિના પ્રયાસોના કેન્દ્રમાં રાખી છે.

ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ડો. જયપાલ સિંહે જણાવ્યું હતું કે તંદુરસ્ત લેન્ડસ્કેપ્સની પુન:સ્થાપના માટે સ્થાનિક વન્યજીવોનું પુન:સ્થાપન એક પાયાનું પાસું છે. ભારતના સ્વતંત્રતા દિવસે બન્નીમાં આ ૨૦ કાળિયારની મુક્તિ એ આ અનોખા ઘાસિયા મેદાનોની ઇકોલોજીકલ લાક્ષણિકતા અને જૈવવિવિધતાને પુન:પ્રાપ્ત કરવાના અમારા સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રકારના પુન:સ્થાપન માટે વિજ્ઞાન, સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન અને સહયોગની જરૂર રહે છે, અને અમે નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર આ પ્રોગ્રામ હાથ ધરવામાં વનતારા​​​​​​​ના તકનીકી સહયોગની પ્રશંસા કરીએ છીએ.

વનતારાના સ્પેશિયલ ડિરેક્ટર, કમ્પ્લાયન્સ એન્ડ ડ્યુ ડિલિજન્સ, અજિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસે ભારતની સ્થાનિક પ્રજાતિઓ કે જેઓ જ્યાંના મૂળ વતની છે તેવા કુદરતી લેન્ડસ્કેપ્સમાં સતત વિચરણ કરતી રહે અને ફૂલે-ફલે તેવા ભવિષ્યમાં યોગદાન આપવાથી મોટો બીજો કોઈ મોટો લ્હાવો હોઈ ન શકે. આ પ્રજાતિઓનું પુન:સ્થાપન એ માત્ર પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી; તેના માટે નિવાસસ્થાન, પ્રજાતિઓ અને મુક્ત કરવામાં આવી રહેલા ચોક્કસ પ્રાણીઓની સંપૂર્ણ સમજણ, તેમજ નિવાસસ્થાનની ગતિશીલતા (હેબિટેટ ડાયનેમિક્સ), વસ્તી આયોજન અને આ પ્રયાસોની લાંબા ગાળાની સફળતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા તમામ હિતધારકો, ખાસ કરીને સ્થાનિક સમુદાયોના સક્રિય સમર્થનની જરૂર છે. બન્ની માટે ગુજરાત વન વિભાગ અને સરકારના સંવર્ધન વિઝનને સમર્થન આપવા બદલ અને જ્યાં પણ ભારતના વન્યજીવ સંવર્ધન પ્રયાસોને મજબૂત કરી શકાય ત્યાં ક્ષમતા અનુસાર તકનીકી યોગદાન આપવા બદલ અમે સન્માનિત થયાનું અનુભવીએ છીએ.

બન્ની ખાતે કાળિયારોની મુક્તિ એ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક તૃણાહારી પ્રાણીઓની વસ્તીને મજબૂત કરવાના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. કેન્દ્ર સરકાર, પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ૫૦૦ કાળિયાર અને ૧૦૦ ચિંકારાના સ્થાનાંતરણને મંજૂરી અપાઈ છે, જેમાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાતે આ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.આ વ્યાપક કાર્યક્રમના ભાગરૂપે પ્રસ્તાવિત ચિત્તા પુન:પ્રસ્તુતિ કાર્યક્રમ સંદર્ભે શિકારનો આધાર વિસ્તારવામાં સમર્થન અપાઈ રહ્યું છે, ત્યારે બન્ની કાળિયાર મુક્તિનો એક મહત્વપૂર્ણ અને સ્વતંત્ર પ્રજાતિ પુન:સ્થાપન ઉદ્દેશ છે: ઘાસિયા મેદાનના સ્થાનિક વન્યજીવોની વસ્તીનું પુન:નિર્માણ કરવું.

બન્ની ગ્રાસલેન્ડ ફોરેસ્ટ ડિવિઝને સ્થાનાંતરણ કાર્યક્રમ માટે વંતારાનો તકનીકી સહયોગ માંગ્યો છે, જેમાં વિશિષ્ટ તૃણાહારી પરિવહન વાહનો, પોર્ટેબલ બોમા સિસ્ટમ્સ, પશુચિકિત્સા કુશળતા અને સુરક્ષિત હેન્ડલિંગ અને પરિવહન માટે તકનીકી સપોર્ટનો સમાવેશ થાય છે.આ પહેલ ગુજરાત વન વિભાગના સાતત્યપૂર્ણ સંવર્ધન કાર્ય પર આધારિત છે. ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાતની મંજૂરી સાથે, વંતારાએ અગાઉ બરડા વન્યજીવ અભયારણ્યમાં લગભગ ૮૦ ચિત્તલ (સ્પોટેડ ડીઅર)ના પુન:સ્થાપનમાં વન વિભાગને સહાયતા પૂરી પાડી હતી, જે એશિયાટીક સિંહોના સંવર્ધન વિસ્તારમાં જૈવવિવિધતાને મજબૂત કરવામાં યોગદાન આપે છે.

બન્ની પહેલ સંવર્ધન સહયોગના આ મોડેલને વધુ મજબૂત બનાવે છે, જેમાં રાજ્ય સરકાર અને ગુજરાત વન વિભાગ નેતૃત્વ અને સંચાલન પ્રદાન કરે છે, જેને પશુચિકિત્સા, વન્યજીવ વ્યવસ્થાપન, સ્થાનાંતરણ અને મુક્તિ પછીના મોનિટરિંગમાં વંતારાની વિશિષ્ટ ક્ષમતાઓ દ્વારા સમર્થન મળે છે.ભારત પોતાનો ૮૦મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે બન્નીમાં આ કાળિયારનું પુનરાગમન એક મહત્વપૂર્ણ સંવર્ધન સંદેશો આપે છે કે,ભારતના પ્રાકૃતિક વારસાનું રક્ષણ કરવાનો અર્થ માત્ર પ્રજાતિઓનું રક્ષણ કરવું જ નથી, પરંતુ તે લેન્ડસ્કેપ્સને પુન:સ્થાપિત કરવાનો પણ છે જેમાં તેઓ ફરી એકવાર મુક્તપણે જીવી શકે, વિહાર કરી શકે અને સમૃદ્ધ થઈ શકે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વંતારા એ પ્રાણી કલ્યાણ અને સંવર્ધન સંસ્થા છે.તેના એક્સ સિટુ પ્રોગ્રામ્સ (કુદરતી નિવાસસ્થાનની બહાર પૂરી પાડવામાં આવતી સંભાળ)માં અદ્યતન પશુચિકિત્સા, પ્રજાતિ-વિશિષ્ટ પોષણ, વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહુભાષી/બહુવિધ શ્રેણીની ટીમો દ્વારા સમર્થિત રેસ્ક્યૂ, પુનર્વસન, સારવાર અને (જરૂરી હોય ત્યાં)લાંબાગાળાની પ્રાણી સંભાળનો સમાવેશ થાય છે. વન વિસ્તારમાં પુન:સ્થાપન દ્વારા યોગ્ય કુદરતી નિવાસસ્થાનોમાં સક્ષમ વસ્તીના ભવિષ્યના પુન:સ્થાપનને ટેકો આપવા અહીં ક્નઝર્વેશન બ્રીડિંગ (સંવર્ધન બ્રીડિંગ) પ્રોગ્રામ્સ પણ હાથ ધરાય છે.તેનું ઇન સિટુ સંવર્ધન કાર્ય (પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં સંવર્ધન) ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી સત્તાવાળાઓ, સંવર્ધન સંસ્થાઓ અને અન્ય ભાગીદારોના નેતૃત્વ હેઠળના સ્થાનિક પ્રજાતિઓના પુન:સ્થાપન, નિવાસસ્થાનના પુન:સ્થાપન અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાના પ્રયાસોને સમર્થન આપે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application