BREAKING NEWS

જામનગરમાં બુટલેગર પાસાના પાંજરે પુરાયો

  • July 10, 2026 06:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બુટલેગર પાસાના પાંજરે પુરાયો

એલસીબી દ્વારા વોરન્ટની બજવણી કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા બુટલેગર ઉપર પાસાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, આ શખ્સની અટક કરી સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

જામનગર જીલ્લાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા આઇજીની સુચનાથી જામનગર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા એલસીબીને સુચના કરતા આ અન્વયે પીઆઇ ચૌધરી, પીએસઆઇ ભાટીયા તથા સ્ટાફના શરદભાઇ, હિરેનભાઇ, સુરેશભાઇ દ્વારા જીલ્લામાં અગાઉ પ્રોહીબીશન ગુનાની પ્રવૃતી સાથે સંકળાયેલ હોય તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.  જામનગરના ગાંધીનગર મચ્છરનગર શેરી નં. ૪માં રહેતા પ્રોહીબીશનમાં સંડોવાયેલા યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની સામે પાસા દરખાસ્ત કરવામાં આવી હતી અને એસપી મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ પંડયા તરફ મોકલતા દરખાસ્ત મંજુર કરી પાસા વોરન્ટ ઇસ્યુ કર્યુ હતું.
​​​​​​​
જે વોરન્ટની બજવણી એલસીબી દ્વારા કરી યશપાલસિંહની અટક કરીને સુરતની મઘ્યસ્થ લાજપોર જેલમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application