BREAKING NEWS

સમાજનું માથું શરમથી ઝુકાવી દે તેવો કિસ્સો, યુવતી પર સગા માસાનો 11 વર્ષ સુધી બળાત્કાર, રાજકોટમાં સંબંધો શર્મશાર

  • November 05, 2026 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝુકાવી દે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવતી પર તેના સગ્ગા માસાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ ધોરાજીમાં રહેતી યુવતી નાની હતી ત્યારે માસાએ અડપલા કર્યા હતા અને ત્યારબાદ ડરાવી ધમકાવી 11 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બની છે જે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ માસાને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 


રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતીએ 4 નવેમ્બરના બપોરે 2.30 વાગ્યે ઝીરો નંબરથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે જ્યારે 8 વર્ષની હતી ત્યારે પડોશમાં રહેતા માસાએ અડપલા કર્યા હતા અને ત્યારબાદ માસા દ્વારા ડરાવી ધમકાવી માર મારી અને મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. 


રાજકોટ તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજથી 11 વર્ષ પહેલા આ યુવતી જ્યારે ધોરાજીમાં હતી ત્યારે તેના માસાએ નવરાત્રીમાં ગરબી દરમિયાન અડપલા કર્યા હતા અને ત્યારપછી તે સગીરાને સતત ડરાવતો ધમકાવતો હતો. જે બાદ તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો. જોકે અંતે કંટાળીને મહિનાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી નોંધાઈ છે. 


રાજકોટ તાલુકા પોલીસ દ્વારા રાજકોટ રહેતા નરાધમ માસા સામે IPC કલમ 376 (2)(એન), 506(2), 504, 323, 354 (એ) અને પોક્સો એક્ટ કલમ 4, 6, 12 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે જોકે આ ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણકે ગુનાની શરૂઆત ધોરાજીથી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application