જામનગર શહેરના યોગેશ્ર્વરનગરમાં યુવાનને લાકડી-સળીયા વડે માર માર્યો
પાણીની લાઇન માટે ખાડો કરવાનો ખાર કારણભુત
જામનગરના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં પાણીની લાઇન નાખવા માટે ખાડો ખોદવાનો ખાર રાખીને પાડોશમાં રહેતા શખ્સોએ લાકડી, સળીયા અને ઢીકાપાટુ વડે યુવાનને માર મારીને ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો હતો.
જામનગરના યોગેશ્ર્વરનગર-૨ શેરી નં. ૪માં રહેતા કિશોરસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.૨૯) નામના યુવાન તા. ૮ના રોજ પોતાના ઘર પાસે પાણીની લાઇન નાખવા માટે ખાડો કરતા હતા જે બાબતનો ખાર રાખીને તેની સામે રહેતા આરોપીઓએ એક સંપ કરીને ફરીયાદી સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો.
દરમ્યાનમાં સળીયા, લાકડી અને ઢીકાપાટુ વડે યુવાનને આડેધડ માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે કિશોરસિંહ દ્વારા સીટી-એ ડીવીઝનમાં અજય ઉર્ફે અજલો બાવો, હિતેશ અજય અને અજયના ભાભી ત્રણની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.