મોરબીના ઘુંટુ રોડ પર હિટ એન્ડ રન છ વર્ષના બાળકને ઉલાળતા મોત

  • June 11, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ઘુંટુ રોડ કેનાલ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. પગપાળા જઈ રહેલા 12 વર્ષ અને 6 વર્ષના બંને ભાઈઓને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા 6 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામે રહી ખેત મજૂરી કરતા સજ્જનબેનના બંને પુત્રો પિયુષ (ઉ.વ.12) અને પૃથ્વીરાજ (ઉ.વ.6) ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં ઘુંટુ રોડ પર દાદા ગાડુંભાઈએ વાવવા રાખેલી વાડીએથી ચાલીને ઘરે જતા હતા ત્યારે ઘુંટુ રોડ પર પહોંચતા પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનએ બાળકોને ઠોકરે લેતા પૃથ્વીરાજને ગંભીર ઇજા થવાથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બાળકના પિતા જયસુખભાઇનું દોઢ વર્ષ પહેલા જ હાર્ટ અટેકથી અવસાન થયું છે.પૃથ્વીરાજ બે ભાઈ એક બહેનમાં નાનો હતો. માતા સજ્જનબેન ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલક સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application