જામનગરમાં ૧.૩૩ કરોડની છેતરપિંડીના કેસમાં વધુ તપાસનો કોર્ટનો હુકમ
જામનગરમાં કાપડના વેપાર અને ક્રેડિટ કાર્ડના વ્યવહારોમાં રોકાણ કરાવી કમિશન આપવાની લાલચ આપી ા. ૧.૩૩ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાના ચકચારી કેસમાં સ્પેશિયલ જી.પી.આઈ.ડી. કોર્ટે વધુ તપાસ કરવાનો મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
આ કેસમાં ફરિયાદી મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલાએ પોલીસ તપાસમાં મહત્ત્વના મુદ્દાઓની તપાસ બાકી રહી હોવાની રજૂઆત સાથે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ૧૭ સાક્ષીઓનાં નિવેદનો લેવામાં ન આવ્યાં હોવા ઉપરાંત આરોપીઓ તથા તેમના પરિવારજનોના બેંક ખાતાં, નાણાકીય વ્યવહારો અને રકમની હેરફેર અંગે પૂરતી તપાસ કરવામાં આવી ન હોવાના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
ફરીયાદી તરફથી રજુ કરાયેલી હકીકતો અને કેસના રેકોર્ડઝને ઘ્યાને લઇ સ્પે. જીપીઆઇડી કોર્ટે વધુ તપાસ જરી હોવાનું ઠરાવ્યું હતું કોર્ટે ફરીયાદીની અરજી મંજુર કરી તપાસ અધિકારીને બેંક સ્ટેટમેન્ટ, નાણાંકીય વ્યવહારો અને સંબંધીત સાક્ષીઓના નિવેદનો સહિતના મુદે ઉંડાણપુર્વક તપાસ કરવા હુકમ કર્યો છે.
વધુ તપાસ દરમ્યાન જરી પુરાવા એકત્ર કરી અન્ય સાક્ષીઓના નિવેદનો લેવાની જર જણાય તો તે મેળવી પંદર દિવસમાં કોર્ટ સમક્ષ અહેવાલ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે આ આદેશના પગલે કરોડોની છેતરપીંડીના કેસની તપાસમાં વધુ વિગતો સામે આવવાની શકયતા છે.