જામનગર: સુભાષ બ્રીજ પર બસની હડફેટે ગૌવંશનું કરૂણ મોત
જામનગર: સુભાષ બ્રીજ પર બસની હડફેટે ગૌવંશનું કરૂણ મોત
July 20, 2026 06:33 AM
જામનગર: સુભાષ બ્રીજ પર બસની હડફેટે ગૌવંશનું કરૂણ મોત
જામનગર શહેરના વિક્ટોરિયા પુલ પર શનિવારે રાત્રે અકસ્માતમાં બસની હડફેટે આવતા ગૌવંશનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.