જામનગર: પેન્શનરના અવસાન બાદ તેના પરિવારને કેન્દ્રના ધોરણે પેન્શન આપવા માંગણી
ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રીઓને રક્ષાસૂત્ર બાંધી જામનગર સહિત સૌરાષ્ટ્રની બહેનોએ કરી રજુઆત...
કેન્દ્ર સરકારના પેન્શનરોના અવસાન બાદ તેમના અપરિણીત, વિધવા, ત્યક્તા અને ડાયવર્સી પુત્રીઓને ઉંમર બાદ વગર ફેમિલી પેન્શન આપવાની જોગવાઈ પ્રમાણે ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે નાણાકિય હક્ક હિસ્સા આપવાનું સ્વીકારેલ હોય આ જોગવાઈનો અમલ કરવાની માંગણી ઉઠી છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકારના કર્મચારીના અવસાન બાદ તેમની અપરિણીત, વિધવા, ત્યક્તા અને ડાયવર્સી પુત્રીઓને ઉંમરના બાદ વગર કેન્દ્રના ધોરણે પેન્શન આપવાની જોગવાઇનો અમલ કરવાની માંગણી સાથે એક ફેમિલી પેન્શન પાત્ર ગૃપ દ્વારા સ્વર્ણિમ સંકુલ સચિવાલય ગાંધીનગર ખાતે સરકારના મંત્રીઓને રક્ષાસુત્ર બાંધી માંગણી દોહરાવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, લીંમડી સહીતના જિલ્લાઓની બહેનો જોડાઇ હતી.
રાજકોટ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ હારિતસિંહ જાડેજા, ઉપપ્રમુખ, કે આર જિતિયા, ધોરાજી નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ ભરતભાઈ ભાલોડિયા, ગાંધીનગર નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ વાઘેલાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમ ફેમિલી પેન્શનપાત્ર પુત્રીઓ, નિખિલભાઈ સંઘાણી, મીનાબેન ચુડાસમા, રાજેશ્વરીબેન જોશી, સોનલબેન પરમાર તેમજ જામનગરની બહેનો જોડાઈ હતી તેમ જામનગર જિલ્લાના પ્રમુખ અતુલભાઈ બુચની યાદીમાં જણાવાયુ છે.