રાજ્યમાં કાળીચૌદશની અંધશ્રદ્ધા-કુરિવાજ સામે જાગૃતિ પત્રિકાના વિતરણનો પ્રારંભ
કાળીચૌદશે અનાજ-પાણીનો બગાડ અટકાવવો નાગરિક ધર્મ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
રાજયના જિલ્લા-તાલુકા મથકોએ જનજાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ
મોરબી કલેકટર, એસ.પી. એ પત્રિકા વિતરણમાં ભાગ લીધો.
રાજકોટ મેયર, સ્ટે. કમિટી ચેરમેન, દંડક જાથાની ઝુંબેશમાં જોડાયા.
અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત: જયંત પંડયા. તા. ૭ મી એ તરઘડી સ્મશાનમાં ભૂત-પ્રેતનું સરઘસ, સ્મશાનના ખાટલે વડા આરોગાશે.
અમદાવાદઃ દેશભરમાં ૭ મી નવેમ્બરે કાળીચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ કેળવવા ઐતિહાસિક ઉજવણી કરવા વિજ્ઞાન પ્રેમીઓ, જાગૃતો થનગની રહ્યા છે. તેના ભાગરૂપે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ રાજયમાં જનજાગૃતિ પત્રિકાનો વિતરણનો પ્રારંભ કર્યો છે. જાથાના સદસ્યો ગામે-ગામ પત્રિકા વિતરણ કરી પોતાના વિસ્તારમાં સ્મશાનની મુલાકાત કરી દ્રઢ મનોબળ કેળવવા સાથે સદીઓ જુના કુરિવાજોને તિલાંજલિ આપવા નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજયના અધિકારીઓ, પદાધિકારીઓ પત્રિકા વિતરણમાં જોડાયા હતા.
ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રિકા વિતરણમાં ભાગ લઈ જણાવ્યું કે વર્તમાન સદી વિજ્ઞાન ટેકનોલોજીની છે. પાણી જીવન છે. અનાજનો બગાડ બંધ થવો જોઈએ. જાથા વર્ષોથી અંધશ્રદ્ધા સામે લડત આપે છે. અંધશ્રદ્ધાથી માનવીને નુકશાન થયું છે ત્યારે કાળીચૌદશની ગેરમાન્યતાને તિલાંજલિ આપવી જોઈએ. તા. ૭ મી એ કાર્યકરો સાથે તરઘડી સ્મશાનમાં જાથાના કાર્યક્રમમાં હાજરી આપવાનો છું. નાગરિકોએ પોતાની માન્યતા પ્રમાણે અનુસરવા અપીલ કરી હતી. જાથાની પ્રવૃત્તિ સમાજ માટે ઉપકારક છે.
મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, એસ.પી. મુકેશ પટેલે જનજાગૃતિ પત્રિકા વિતરણમાં ભાગ લઈ વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણથી માનવ જાત સુખી સંપન્ન થશે. શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો ભેદ વ્યક્તિએ ઓળખવો પડશે. લોકોને અંધશ્રદ્ધા ફગાવવા અપીલ કરી હતી. રાજકોટના મેયર નેહલ શુકલ, સ્ટે. કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, દંડક સંજયસિંહ રાણાએ અંધશ્રદ્ધા સામેની જાગૃતિ પત્રિકામાં ભાગ લીધો હતો. અંધશ્રદ્ધા વાસ્તવમાં માનવીની પ્રગતિ અવરોધે છે. શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો ભેદ પારખી માનવીએ વર્તન કરવું જોઈએ. ૨૧મી સદીમાં કાળીચૌદશે ચાર ચોકમાં વડા મુકવાનો રિવાજ કેટલો સ્તુત્ય છે તે લોકોએ નક્કી કરવું પડશે. વિજ્ઞાન જાથાની વાત સ્વીકારવાથી લાભપ્રદ સાબિત થાય છે તેવું અંગત માનવું છે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ પત્રિકા વિતરણ કરતાં જણાવ્યું કે કાળીચૌદશની ઉજવણી પ્રક્રિયા લોકશાહી અને નાગરિક ધર્મને અનુસાર છે. જાથા પોતાનો વિચાર રજૂ કરે છે તેમાં કાળીચૌદશની સદીઓ જુની માન્યતા ફગાવવા માટે લોકચળવળ ઉભી કરી છે. રાજયમાં તમામ જિલ્લા, તાલુકા મથકો, જાગૃતો, વિજ્ઞાનપ્રેમીઓ કાળીચૌદશની ગેરમાન્યતાનું ખંડન કરી ઉજવણી કરનાર છે. ૧૧૧૩ નાના-મોટા નગરો જોડાયા છે.
જાથા લોકોને જોડવાનું, પરિવારોની ઉન્નતિ માટે કામ કરે છે. છેલ્લા ૩૩ વર્ષમાં કોઈપણ વિવાદ વગર ઉજવણી કરી છે તેમાં વિવેકબુદ્ધિ, કાયદાને માન આપવામાં આવે છે.રાજયમાં ગામેગામ સ્મશાનમાં ચા-નાસ્તો, જમણવાર, મેલીવિદ્યાની નનામી, ચાર ચોકના કુંડાળામાંથી લીધેલા ભજીયા-વડા આરોગવા, અગ્નિદાહ ઉપર ચા બનાવી ચુશ્કી લગાવવી, ભય-ડર, ખ્વાબ દૂર કરવાનો ઉદ્દાત પ્રયાસ હોય છે. સદીઓ જુની માન્યતા, પરંપરા, ખોટા રિવાજોને દફનાવવાનો હેતુ હોય છે. માનવીને અવરોધરૂપ ૫રિબળોને જાકારો આપીએ, ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, અભિગમલક્ષી કાર્યક્રમો અપનાવી અનુસરણ થવું જોઈએ. દેશમાં જાથા તટસ્થ સંસ્થા છે.
બીનરાજકીય, લોકશાહી, માનવગૌરવ જળવાય તે માટે કામ કરી રહ્યું છે તેથી લોકપ્રિય સંસ્થા સાબિત થઈ છે. પ્રચાર માધ્યમો જાથાને દિલથી ટેકો આપી સહયોગ આપે છે તે ગૌરવની વાત છે. વધુમાં જયંત પંડ્યા એ જણાવ્યું કે 21મી સદીમાં કુરિવાજ,કુપ્રથાને વર્તમાન સમયે તિલાંજલિ આપવી જોઈએ. અંધશ્રદ્ધાનો ભાઈબંધ મુઢતા છે. જઢતા છે. સાથે અજ્ઞાનતાના કારણે અનેક પરિબળો ઊભા થાય છે જે ગરીબાઈ તરફ ધકેલે છે. નવી પેઢીને બંધીયારમાંથી બહાર નીકળવાનું કામ આપણે સૌએ કરવું પડશે. તેનો અમલ આજથી જ કરવો જોઈએ. જાગૃતિ પત્રિકા ગામેગામ લોકો સુધી પહોંચે તે માટે જાથા પ્રયત્ન કરી રહ્યું છે. જાથા અનેક પરિબળોનો સામનો કરીને ફિલ્ડ ઉપર કામ કરે છે. જાથાના લાખો કરોડો પ્રશંશકો છે. તેઓએ સકારાત્મક અભિગમ રાખી પોતાના ગામમાં વિજ્ઞાનલક્ષી કાર્યક્રમ રાખવો જોઈએ. અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી અને બરબાદી જ મળી છે. હવે જાગવાની જરૂર છે. લોકશાહીની પ્રક્રિયા મુજબ માનવું ન માનવું તે લોકોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. વિજ્ઞાનજાથા લોકોની વચ્ચે રહી કામ કરે છે. પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપે છે. આગવી શૈલી માં આપણે સૌ ભારતના વિકાસના કાર્યક્રમોમાં જોડાય તેવી અપીલ કરવામાં આવે છે.પડધરી ના મનસુખભાઈ હરિભાઈ ભંડેરી, ખોડાભાઈ હરજીભાઈ બુસા, વિજયભાઈ બાબુભાઈ બુશા, રમેશ ભાઈ મેઘજીભાઈ બુસા, તરસીભાઇ નારણભાઈ બુસા, વિસામણ તથા પ્રતિષ્ઠિત આગેવાનોમાં નિલેશભાઈ ડોડીયા, છગનભાઈ વાંસજાળીયા, શૈલેષભાઈ ગજેરા, પંથકના અનેક આગેવાનો પત્રિકા વિતરણ માં જોડાયા હતા. સંજયભાઈ મોલીંયા અને હિરેનભાઈ એ સમગ્ર કાર્યક્રમ સંબંધી મુખ્ય પ્રયોજક છે.
જનજાગૃતિ પત્રિકા વિતરણ જિલ્લા, તેના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, બનાસકાંઠા, વાવ-થરાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, મોરબી, ભુજ કચ્છ, હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ગામો, તાલુકા મથકો, જામનગર, દેવભૂમિ દ્વારકા, ખંભાળીયા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, વેરાવળ, સુરેન્દ્રનગર, લીંબડી, છોટા ઉદેપુર, આહવા, ડાંગ, તાપી, માણસા, રાજપીપળા, ગોધરા, લુણાવાડા, મહીસાગર, વ્યારા, દાહોદ, મીઠાપુર, ધરમપુર, ઉપલેટા સહિત અનેક વિસ્તારોમાં જાગૃતો સ્મશાનનો ભય–ડર દૂર કરવા પ્રયત્નો કરી કાળીચૌદશની સામેની અંધમાન્યતાનું ખંડન કરશે.
તરઘડીના જાગૃતો સંજયભાઈ મોલીયા, ઘેલાભાઈ વિસાભાઈ જાપડા, હિરેનભાઈ મોલીયા, ગામના અનેક યુવા જાગૃતો તથા જાથાના ઉમેશ રાવ, નાથાભાઈ પીપળીયા, નિર્ભય જોશી, વિનોદ વામજા, તુષાર રાવ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિતભાઈ રાજદેવ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા, પ્રફુલ્લાબેન રાવ, ભાનુબેન શેઠીયા પત્રિકા વિતરણમાં જોડાયા હતા.
રાજયમાં દસ દિવસ સુધી પત્રિકા વિતરણ કરી જાગૃતતાનો પ્રયાસ જાથા કરશે. પોતાના ગામમાં સ્મશાનમાં ઉજવણી કરનારે ફોટોગ્રાફસ વિગત તા. ૮ રવિવાર સવારના ૧૦ કલાક પહેલા મોકલી આપવા યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 98252 16689 સંપર્ક કરવો.
કાળીચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકા વિતરણની તસ્વીરોમાં ધારાસભ્ય, કલેકટર, એસ.પી., મેયર સહિત પદાધિકારીઓની તસ્વીરમાં નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએસ ફેડ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યો, જાણો શેરબજારથી માંડીને સોના-ચાંદી પર શું અસર થશે?
October 29, 2026 12:04 PMયુદ્ધ-અલ નીનોથી અનાજના ભાવ ભડકે બળશે, સોના-ચાંદીમાં 40%નો ઉછાળો આવી શકે
October 29, 2026 11:59 AMજામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી ઝડપાયો ૪૦.૬૮ લાખનો દારૂ
October 29, 2026 11:58 AMઓડિશામાં વાવાઝોડા દરમિયાન 931 બાળકોનો જન્મ; અનેકના નામ 'અર્નબ' અને 'વર્ષા' રખાયા
October 29, 2026 11:48 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
