જામનગર: સૌને આવાસ, સૌનો વિકાસ: પોતાના ઘરનું સપનું થશે સાકાર
જામનગર: સૌને આવાસ, સૌનો વિકાસ: પોતાના ઘરનું સપનું થશે સાકાર
September 14, 2026 11:58 AM
જામનગર: સૌને આવાસ, સૌનો વિકાસ: પોતાના ઘરનું સપનું થશે સાકાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શહેરી અંતર્ગત નાગરિકો માટે સુવિધાજનક આવાસના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ઈસ્કોન મંદિર સામે જામનગર-રાજકોટ હાઈવે પાસે મંજૂર થયેલા કુલ 584 આવાસો પૈકી પ્રથમ તબક્કાના અંદાજીત 25 કરોડ નાં ખર્ચે EWS -2 પ્રકાર નાં 220 આવાસોના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
આ શુભ પ્રસંગે જામનગરના માનનીય મેયર મોનિકાબેન વ્યાસ, માન. સાંસદ પૂનમબેન માડમ તેમજ મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સહિત મ્યુનિસિપલ સભ્યો અને માન. કમિશનર દિપેશ કેડીઆ , માન.નાયબકમિશનર ડી. એ. ઝાલા, માન. સીટી એન્જીનીયર બી. એન. જાની , માન. આસી. કમિશનર એમ .બી. વરણવા, માન. કાર્યપાલક ઈજનેર એચ. વી. પાઠક વિ. અધિકારીઓ અને આવાસ યોજનાઓ નાં અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.
આ આવાસો માત્ર નવ લાખ ની વાજબી કિંમત માં તમામ આંતર માળખાકીય સગવડો સાથે આકર્ષક એલીવેશન ના નિર્માણ પામશે જેમાં હજુ પણ અરજીઓ કરવા માંગતા તમામ લોકો ને વધુ માહિતી માટે જામનગર મહાનગરપાલિકા, સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ પર રૂબરૂ મુલાકાત લેવા વિનંતી છે