BREAKING NEWS

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના

  • October 30, 2025 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના

હવામાન વિભાગની આગાહીને દયાને લઇ માછીમારોને માછીમારી ન કરવા મત્સ્યોધ્યોગ વિભાગ તરફથી સુચના અપાઈ 

હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને ગાંધીનગર માત્યોસ્યોગ કચેરી તરફથી માછીમારી બોટને ટોકન ઇસ્યુ કરવાનુ બંધ રાખવામાં આવેલ. તથા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે.
​​​​​​​

પંરતુ ટોકન સોફ્ટવેરમાં હજુ અમુક બોટોની રીટર્ન એન્ટ્રી કરવાની બાકી છે. આથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોટ માલીકોની બોટ દરીયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવી અને જે બોટો કીનારે આવી ગઇ છે. તે બોટોની રીટ્રન એન્ટ્રી તાત્કાલીક કરાવી લેવી. તથા આગાહીને ધ્યાને લઈ જામનગર જિલ્લાના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેના તમામ માછીમારી બોટો, એક લકડી હોડીઓના માલિકો, પગડીયા માછીમારોને અન્ય સુચના ન મળે ત્યાં સુધી સાવચેતી રાખવા તથા માછીમારી ન કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application