જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીમાં ૬૪ માંથી ૬૦ બેઠક મળતા ભાજપનો ઐતિહાસીક વિજય થતાં મતગણતરી કેન્દ્ર પર સાંસદ પૂનમબેન માડમ અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા એકબીજાને ભેંટી પડ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતાં. શહેરમાં ઠેર-ઠેર ભાજપના ઉમેદવારો દ્રારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોની મત વિસ્તારોમાં વિજય રેલીઓ નીકળી હતી. જેમાં શહેર સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહીત અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતાં. શહેરમાં ભાજપની વિજય રેલીઓથી કેસરિયો માહોલ છવાયો હતો.